તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડાંગર જાતનાં ખેતરમાં નિદર્શન

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કૃષિમાં હરણફાળ ભરવા તથા ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતીનો અભિગમ કેળવાય તે હેતુથી ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી દ્વારા દેશભરના દરેક રાજયોનાં બધાં જ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જે પૈકીનું નવસારી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વિજલપોર દાંડી રોડ નવસારી ખાતેથી ખેડૂતો માટે કાર્યરત છે.

નવસારી જિલ્લાનો ખરીફ ઋતુનો મુખ્ય પાક ડાંગર જેનો કુલ વિસ્તાર 54,000 હેકટરથી વધુ છે તથા અલગ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ અલગ પ્રકાર, જાતની ડાંગરનું વાવેતર ખૂબ જ પહેલેથી તથા બિનવૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે જેની ઉત્પાદકતા ખૂબ જ ઓછી છે. માટે નવસારીનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા અભ્યાસ કર્યા બાદ ડો. કે. એ. શાહ પાક ઉત્પાદનના વૈજ્ઞાનિકે આગામી ખરીફ ઋતુના ડાંગરની 9 જેટલી નવી વિવિધ સુધારેલી જાતો જેવી કે, એન.એ.યુ., આર-1 (29), જી.એન.આર.-3(188), જી.એન.આર.-5(35) ગુજરાત હાઈબ્રીડ –ડાંગર(60), જી.એન.આર.-7 (162), જી.આર.-25 (25), જી.આર.-17(50), જી.આર.-18(34), અને જી.આર.-19(17) કુલ 600 ખેડૂતોના ખેતરે અંદાજિત 145 હેકટર વિસ્તારમાં અગ્રીમ હરોળ નિદર્શન ગોઠવવામાં આવેલ છે.

આ નિદર્શનો ગોઠવતાં પહેલાં ખેડૂતોને કેન્દ્ર ખાતે તથા ક્ષેત્રીય તાલીમ તેમજ ડાયલ આઉટ કોન્ફરન્સ તથા વરચ્યુલ મોડથી પણ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી અંગેની તાલીમ પણ આપવામાં આવી હતી. આ નિદર્શનો અને તાલીમ થકી ખેડૂત આલમમાં નવી જાતો તથા તેના ફાયદા અંગેની જાણકારીનો પ્રચાર પ્રસાર થશે તેમજ જીલ્લામાં ડાંગરના ઉત્પાદનમાં પણ વધારો થશે તેમ તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...