માંગ:શિક્ષણ વિભાગના કરાર આધારિત કર્મચારીઓની કાયમી કરવા માંગ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં 97 જેટલા કર્મી કરાર પર કામ કરે છે

નવસારી જિલ્લામાં 97 જેટલા વેલ એજ્યુકેટેડ કર્મચારીઓ શિક્ષણ વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવી રહ્યાં છે. તેઓએ સરકારને એક લેખિતમાં રજૂઆત કરી કરાર આધારિત કર્મચારીઓને પણ સરકાર કાયમી કરે તે માટે પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કરાર આધારીત કર્મચારીઓને કાયમી કરવાની ચર્ચા થઈ રહી છે, જેના કારણે ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોમાં ખુશીની આશાનું કિરણ પ્રજ્વલિત થયેલું જોવા મળી રહ્યુ છે.

પરંતુ અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારે પણ સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કે વિચારણા કરવામાં આવે ત્યારે ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓ પોતાના મોંઘવારી ભથ્થા પગાર વધારો એરિયર્સ વગેરે જેવી માંગો લઈને સરકાર સમક્ષ પહોંચી જાય છે અને યુક્તિ પ્રયુક્તિઓ કે અન્ય કોઈપણ રીતે સરકાર પાસે પોતાની માગણીઓ મંજૂર કરાવી લે છે જેથી સરકારનું ધ્યાન ખૂબ જ ઓછા પગારમાં સરકારી કચેરીઓમાં કામ કરતા 11 માસ આધારિત કર્મચારીઓ તરફ જતું જ નથી! ઉલ્લેખનીય છે કે કરાર આધારીત એટલે “સરકારના ફક્ત પાંચ વર્ષ ફિક્સ પગાર કરાર આધારિત કાયમી નિમણૂક મેળવતા કર્મચારીઓ કે પછી 11 માસ કરાર આધારિત કર્મચારીઓ ?

આ પ્રશ્ન દરેક સરકારી કચેરીઓમાં નિષ્ઠાથી ફરજ બજાવતા કર્મચારીઓમાં થઈ રહ્યો છે. જ્યારે ખૂબ જ ઓછા પગારમાં 11 માસ કરાર આધારિત છેલ્લા દસ વર્ષથી નોકરી કરતા સમગ્ર શિક્ષાના એમઆઈએસ વિભાગના એમ.આઈ.એસ. અને કમ્પ્યૂટર ઓપરેટરને એમજ એજ શાખાના સેવકને પગાર વધારાનો લાભ આપવામાં શા માટે વિલંબ કરી રહી છે ? જ્યારે આ જ પ્રોજેક્ટના એક વિભાગને સન્માનજનક પગાર વધારો આજથી 2 વર્ષ પૂર્વે જ આપવામા આવી ગયો છે. તો એ બાબત વિચારવી રહી. સરકાર પગાર ફિકસેશન બાબતે તાત્કાલિક ઉકેલ લાવે અને મોંઘવારીમાં પગાર વધારો કરે તેવી માંગ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...