તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સિવિલમાં કોરોના વોર્ડના 3 માસના હંગામી કર્મીઓને કાયમી કરવા માંગ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં સિવિલ હોસ્પિટલમાં કોવિડ મહામારીમાં 3 માસના હંગામી કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર કાયમી લેવા માટે શ્રમિક કામદાર સંઘ દ્વારા કલેકટરને અપીલ કરવામાં આવી હતી. નવસારી એમ.જી.જી. સરકારી હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં કર્મચારીઓની ઘટ પડતા હંગામી કર્મચારીઓની 3 માસ માટે ભરતી કરવામાં આવી હતી. જેમાં ઘણાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી.

હંગામી કર્મચારીઓએ એમની, પોતાના પરિવાર તેમજ એમના બાળકોની પરવા કર્યા વિના તેઓએ એમ.જી.જી. સરકારી હોસ્પિટલમાં જાનના જોખમે આશરે ૩ માસ સેવા આપી છે. અગાઉ પણ કોરોના મહામારીમાં તેઓએ સફાઈ કામદાર તરીકે સેવા આપી છે. જેથી નવસારી એમ.જી.જી. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમાં કામ કરવા માટે તેમની પુનઃ ભરતી થાય તે માટે શ્રમિક કામદાર સંઘના નેજા હેઠળ સંજય સોલંકીએ અપીલ કરતું આવેદનપત્ર કલેકટરને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...