તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:લુન્સીકૂઇ મેદાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા રનિંગ ટ્રેક બનાવવા માગ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં 100થી વધુ ઉમેદવારોનું કલેક્ટરને આવેદન

પોલીસ-સૈનિકની ભરતીમાં ભાગ લેવા વિવિધ પરીક્ષા આપતા ઉમેદવાર દ્વારા રનિંગની તૈયારી કરવા નવસારીમાં આવેલા લુન્સીકૂઈનું મેદાન યોગ્ય નહીં હોય તેમાં રનિંગ ટ્રેક બનાવવા નગરપાલિકાને નહીં પણ કલેક્ટર અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને ફરિયાદ કરીને ટ્રેક બનાવવા માંગ કરી હતી.

નવસારીમાં રહેતા અને સૈનિક અને પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષા આપતા 100થી વધુ ઉમેદવારોએ કલેક્ટરને ઉદેશીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે સૈનિકદળ, પોલીસ વિભાગ અને વન વિભાગની શારીરિક કસોટીને અનુલક્ષીને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ થનાર છે. જેને ધ્યાનમાં રાખી ઉમેદવારો લાંબા સમયથી લેખિત અને શારીરિક કસોટીની તૈયારી કરે છે.

હાલ ચોમાસા દરમિયાન લુન્સીકૂઈના મેદાનમાં રનિંગ થઇ શકે તેમ નહીં હોવાથી ઉમેદવારોએ વાહનથી ધમધમતા રોડ પર દોડવા મજબૂર બન્યા છે, જે ગંભીર બાબત છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઝડપથી પગલાં લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રમત-ગમતના મંત્રી ઇશ્વરસિંહ પરમારનું આ બાબતે ધ્યાન દોરવા પ્રયાસ કર્યો છે.

રનિંગ ટ્રેકની માગ પાલિકા સંતોષી શકી નથી
નવસારીમાં આવેલા એકમાત્ર લુન્સીકૂઈના મેદાનના નાવિન્યકરણ માટે લાખો ખર્ચવામાં આવ્યા પણ રનિંગ ટ્રેક બનાવવા રમતપ્રેમીઓની વર્ષો જૂની માંગ હજુ નવસારી નગરપાલિકા સંતોષી શકી નથી. જેથી ઉમેદવારોએ પાલિકાને ફરિયાદ નહીં કરી મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...