નવસારીમાં જમાલપોરમાં આવેલ સર્વોદય નગરમાં રાધા કૃષ્ણ મંદિર તોડી પાડવાના પડઘા હવે સમગ્ર શહેરમાં પડ્યાં છે. જેમાં જલારામ સોસાયટીમાં આવેલ એક ગેરકાયદે બાંધકામ દૂર કરે તે માટે સોસાયટીના લોકોએ વહીવટી તંત્ર આગળ આવે તેમ જણાવી કલેકટરના ફરિયાદ નિવારણમાં ફરિયાદ આપી કાર્યવાહી કરવા માગ કરી હતી.
વિજલપોરના સુશ્રૃષા હોસ્પિટલ નજીક આવેલી જલારામ સોસાયટીના હિંમત ભટ્ટ, મહેશભાઈ પટેલ સહિતનાએ કલેકટર કચેરીમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી. જેમાં જણાવ્યું કે હાલમાં સર્વોદયનગરમાં મંદિરના સ્થળ ઉપર વહીવટી તંત્રએ એક જ માસમાં બાંધકામ દૂર કર્યું હતું.
એજ વહીવટી તંત્ર વિજલપોરના જલારામ સોસાયટીમાં સરકારની પરવાનગી વિના બાંધેલ એક બાંધકામને કેમ તોડી પાડવા માટે આગળ આવતું નથી. આ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી સોસાયટીના લોકો દ્વારા અરજી આપવામાં આવે છે છતાં કેમ તોડવામાં આવતું નથી એવો પ્રશ્ન કરી જો હવે વહીવટી તંત્ર કોઈ પગલાં નહીં ભરેતો સોસાયટીના રહીશો દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની ચીમકી આપી હતી. બુધવારે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.