વાંસદામાં આદિવાસીઓની મહારેલી:પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે શ્વેતપત્રની માંગ પ્રબળ બની, પરંપરાગત ગીત પર નૃત્ય સાથે રેલી કાઢી અનોખો વિરોધ

નવસારીએક મહિનો પહેલા
  • અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજનો વિરોધ, પ્રકૃતિની પૂજા કરી રેલી શરૂ થઈ
  • "ગાંવ છોડત નાહીં, જંગલ છોડત નાહીં" ગીત ઉપર નૃત્ય કરી વિરોધ વ્યક્ત કરાયો
  • મહારેલીમાં શ્વેતપત્રની માંગ સાથે સાથે ભારત માલા પ્રોજેક્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો

ડાંગ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવીને પાણીની સમસ્યા ઉકેલવા માટે પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આદિવાસી સમાજે આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. ત્યારે હાલમાં જ સુરત આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો છે તેવી જાહેરાત કરી હતી. છતાં પણ કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજ શ્વેતપત્રની માંગ કરી રહ્યા છે અને તે માંગ સાથે વાંસદા ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની શરૂઆત કરતા પહેલા આદિવાસી સમાજે પ્રકૃતિની પૂજા કરી હતી અને "ગાંવ છોડત નાહીં, જંગલ છોડત નાહીં" જેવા પરંપરાગત ગીત ઉપર નૃત્ય કરીને અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

વાંસદા ખાતે પ્રકૃતિની પૂજા કરી મહારેલીનું આયોજન કરાયું
વાંસદા ખાતે પ્રકૃતિની પૂજા કરી મહારેલીનું આયોજન કરાયું

મુખ્યમંત્રી સુરત ખાતે જાહેરાત કરી ચૂક્યા છે
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટને પગલે વિસ્થાપિત થવાથી જંગલ જમીન અને ઘર છોડીને બીજે ક્યાંક રહેવા જવું પડશે તેવા ભય સાથે રાજ્ય સરકાર સામે આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી હતી. જેને લઇને આદિવાસી સમાજનો રોષ પારખીને રાજ્ય સરકારે પણ આ પ્રોજેક્ટ પડતો મૂકવાની જાહેરાત કરી હતી. ઉપરાંત સુરત આવેલા મુખ્યમંત્રીએ પણ આ પ્રોજેક્ટ રદ કર્યો છે તેવી જાહેરાત કરી હોવા છતાં પણ અનંત પટેલ અને આદિવાસી સમાજ શ્વેતપત્રની માંગણી કરી રહ્યા છે. જેથી આ માંગ સાથે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટ રદ કરવા મુદ્દે શ્વેતપત્ર જાહેર કરવા માંગ
પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટ રદ કરવા મુદ્દે શ્વેતપત્ર જાહેર કરવા માંગ

ભૂતકાળમાં પણ ધરમપુર, ગાંધીનગર, વાંસદા, નવસારી જેવા વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા મોટી સંખ્યામાં આ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે રેલી યોજવામાં આવી હતી. આજે શુક્રવારે ફરીવાર વાંસદા ખાતે મહારેલી યોજીને આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે શ્વેતપત્ર વગર આદિવાસી સમાજ માનવાનો નથી તે મેસેજ આપવાનો આ રેલીનો હેતુ હતો.

શ્વેતપત્ર બહાર પાડે ત્યારે જ માનીશું એવી માંગ
આ પ્રોજેક્ટ શરૂ ન થાય તે માટે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહીને રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે આદિવાસી સમાજનો રોષ પારખીને આ પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે સુરત ખાતે આવેલા મુખ્યમંત્રીની મૌખિક જાહેરાતથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને સંતોષ હોવાથી તેમણે શ્વેતપત્ર જાહેર કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો હોવાની માંગ કરી હતી. ઉપરાંત પહેલા દિવસથી સમગ્ર પ્રોજેક્ટ રદ્દ કર્યો એનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે ત્યારે જ તેઓ માનશે તેવી માંગ કરી છે.

ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલીનું આયોજન થયું
ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલીનું આયોજન થયું

ભારત માલા પ્રોજેક્ટનો પણ વિરોધ કરાયો
વાંસદા ખાતે આજે યોજાયેલી મહારેલીમાં શ્વેતપત્રની માંગ સાથે સાથે ભારત માલા પ્રોજેક્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. વિકસતા ભારત સાથે વાહન વહેવારમાં પણ સરળતા રહે તે માટે ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરનો સર્વે હાથ ધરાયો છે. જેનો વિરોધ જમીન સંપાદન થયેલો ગરીબ આદિવાસી સમાજ કરી રહ્યો છે. વગર નોટિસ કે જાણકારી વગર આદિવાસીની જમીનની માપણી શરૂ કરતાં આદિવાસી સમાજે ભારતમાલાનો વિરોધ કરી વિશાળ આદિવાસી રેલી કાઢી હતી. જેના મુખ્ય આગેવાન તરીકે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજની વહારે આવી સમર્થન કર્યું હતું.

પરંપરાગત ગીત પર નૃત્ય કરી રેલી કાઢી વિરોધ કરાયો
પરંપરાગત ગીત પર નૃત્ય કરી રેલી કાઢી વિરોધ કરાયો
અન્ય સમાચારો પણ છે...