આવેદન:વીજબીલ, ગેસબીલ અને શાળાની ફી માફ કરવા માંગ

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • NCP- કોંગ્રેસનું કલેકટરને આવેદન

નવસારી એનસીપી જિલ્લા પ્રમુખ વિશાલ સૂર્યવંશી અને હોદેદારોએ  કલેકટરને આવેદન પાઠવી લોકડાઉન્માં ધંધા રોજગાર બંધ થતા નાના મોટા ઉદ્યોગકારો, નોકરીયાત વર્ગ, દુકાનદારો, રિક્ષાચાલકો,મજુર વર્ગની હાલત કફોડી બની છે.ત્યારે વીજબીલ,ગેસ બીલ અને શાળાની ફી તાત્કાલિક ધોરણે માફ કરવા જણાવ્યું હતું.

નવસારી શહેર કોંગ્રેસ દ્વારા પણ  સિટી મામલતદાર અને તમામ તાલુકા મથકે આવેદન પાઠવી ગરીબ અને મધ્યમ વર્ગનાં તમામ પરિવારોના રહેઠાણ, પાણી વેરા, મિલકત વેરા માફ કરવામાં આવે, ખાનગી શાળાની પ્રથ મ સત્રની ફી માફ કરવામાં અથવા સરકાર આવી ફીની રકમની સહાય પૂરી પાડે.માર્ચ 2020 થી જુન 2020 સુધીના તમામ લોકોનાં વીજ બીલમાફ કરવામાં આવે કૃષિ ધિરાણની મુદલ અને વ્યાજ ભરવા માટે મુદત વધારવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...