પ્રાથમિક સુવિધાઓનો અભાવ:નવસારી રેલવે સ્ટેશનમાં જરૂરી સુવિધાઓ તેમજ બંધ પડેલી ટ્રેનો શરૂ કરવા માગ, ધારાસભ્યએ વેસ્ટર્ન રેલવેના મેનેજરને રજૂઆત કરી

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય પિયુષ દેસાઈએ સ્ટેશન અપગ્રેડેશન સહિત લોકલ ટ્રેનના સ્ટોપેજની પણ માગ કરી
  • લાંબા સમયથી બપોરે હીરા ઉદ્યોગ માટે જરૂરી ટ્રેન પણ બંધ હાલતમાં

નવસારીના ધારાસભ્ય અને ZRUCC મેમ્બર પિયુષ દેસાઈ દ્વારા વેસ્ટર્ન રેલવેની મીટિંગમાં જનરલ મેનેજરને એક પત્ર આપીને પેસેન્જર સુવિધાને લઈને માગ કરાઈ હતી. જેમાં નવસારી રેલવે સ્ટેશનમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવા સાથે બંધ પડેલી ટ્રેનો શરૂ કરવા તેમજ કેટલીક ટ્રેનોના સ્ટોપેજ માટેની માગ કરાઈ હતી.

સ્ટેશન પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ
​​​​​વેસ્ટન રેલવેની યોજાયેલી મિટિંગમાં ધારાસભ્ય પિયુષ દેખાઈએ રજૂઆત કરી હતી કે, પ્લેટફોર્મ નંબર-2 ઉપર એસ્કેલેટર માટે કોઈ સુવિધા નથી, જેના કારણે બાળકો, વૃદ્ધો તથા અન્ય મુસાફરો કે જે ભારે સામાન લઈને આવતા કે જતા હોય તેઓને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે સ્ટેશન પર મુકાયેલા ડિસ્પ્લે બોર્ડમાં આવાગમનની કોઈ જ માહિતી અપાતી નથી માત્ર વેલકમ મેસેજ જ મુકાઈ રખાય છે. કોચ ઈન્ડિકેટર જુના થયા હોય ખોટી માહિતી અપાતા મુસાફરો અટવાઈ છે.

બોરીવલીથી વલસાડ આવતી ટ્રેનને સુરત સુધી લંબાવવાની માગ
ધારાસભ્યએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વ બાજુનો રોડ કે જે બુકિંગ ઓફિસ તરફ જાય છે તે અત્યંત સાંકડો છે તો પાર્કિંગ એરિયા સંપૂર્ણ નાશ પામ્યો છે. તેની સાથે જ સ્વરાજ એક્સપ્રેસ, રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, બાંદ્રા પટિયાલા વિકલી ટ્રેન ઉદયપુર એક્સપ્રેસ તથા કર્ણાવતી ટ્રેનને સ્ટોપેજ મળે તે પ્રકારની માગ કરવામાં આવી હતી. કોવિડના સમય બંધ પડેલી મહત્તમ લોકલ ટ્રેનો જે તે સમયે ફરી શરૂ થાય ખાસ કરીને બોરીવલીથી સુરત કે જે નવસારી સ્ટેશનમાં બાર કે પંદર કલાકે આવતી હતી, તેમાં મહત્ત્વ હિરા ઉદ્યોગ ના લોકો મુસાફરી કરતા હતા. જેથી આ ટ્રેન બપોરના સમયે શરૂ કરાય તેવી માગ કરી હતી. તેમજ બોરીવલીથી વલસાડ આવતી ટ્રેનને સુરત સુધી લંબાવાય તેવી પણ માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...