તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:કોરોનાને પગલે વકીલોને રાહત પેકેજ આપવા માગ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AAPએ અધિક કલેક્ટરને આવેદન આપ્યું

નવસારી અને ડાંગમાં AAPના લીગલ સેલના એડવોકેટ અમિત કચવેએ આપેલી આવેદનમાં જણાવ્યું કે કોરોના મહામારી જ્યારથી શરૂ થઈ ત્યાંથી કોર્ટનું કામકાજ બંધ થયું છે. ધારાશાસ્ત્રીઓને પણ કામ મળતું બંધ થયું છે ત્યારે સરકાર તરફથી તેમને થયેલા નુકસાન માટે રાહત આપવા માંગ કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે ધારાશાસ્ત્રીના ઘર અથવા ઓફિસમાંથી કોઈપણ એક જગ્યા કે જ્યાંથી ધારાશાસ્ત્રીઓ પોતાની ઓફિસનું કામકાજ કરતા હોય તે જગ્યાના પ્રોપર્ટી ટેક્સ તથા પ્રોફેશનલ ટેક્સ, લાઇટ બીલના ફિક્સ ચાર્જમાં બે વરસ સુધી માફી આપવી (જે ગુજરાત સરકાર દ્વારા હોટલવાળા અને રેસ્ટોરન્ટવાળાને માફી આપેલી છે), ધારાશાસ્ત્રી અને તેના કુટુંબ માટે પાંચ લાખ સુધીનો મેડિકલ ઈન્સ્યોરન્સ મળે તે માટે બજેટમાં દર વર્ષે જોગવાઈ કરવી અને અત્યારે તાત્કાલિક બજેટમાં ફાળવણી કરવી (જે હાલ દિલ્હી જેવા રાજ્યમાં આ યોજના લાગુ છે), ધારાશાસ્ત્રી ના મૃત્યુ બાદ પરિવારને દસ લાખ સુધીનો લાઈફ ઈન્સ્યોરન્સ મળે તે માટે બજેટમાં દર વર્ષે જોગવાઈ કરવી અને ધારાશાસ્ત્રીઓ પર હુમલા થઈ રહ્યા છે જેથી સરકાર દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો વિધાનસભામાં પ્રસ્તાવ મૂકી પાસ કરાય તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...