તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પરીક્ષા નહીં આપી શકનારા છાત્રોની પુન: પરીક્ષાની માગ

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.ની સેમેસ્ટર-3ની ઓનલાઇન પરીક્ષાની રજૂઆત

નવસારીના વિદ્યાર્થી સંગઠનના સભ્યોએ મંગળવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાતના કુલપતિને તાજેતરમાં લેવાયેલી સેમેસ્ટર-3ની ઓનલાઇન પરીક્ષામાં ટેકનિકલ ખામી કે અન્ય કોઈ ખામીને લીધે પરીક્ષા આપી નહીં શક્યાં હોય તેમને માટે પુનઃ પરીક્ષા લેવા કુલપતિને રજૂઆત કરી હતી.

નવસારી વિદ્યાર્થી સંગઠનના નિરજ ઝા, પ્રતિક ઢીમર, સિદ્ધિ પટેલ, પ્રતિભા શુક્લા જેવાં વિદ્યાર્થીઓએ સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.એન.ચાવડાને મળી રૂબરૂમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે ટેકનિકલ સમસ્યાને કારણે જૂન-જુલાઈમાં સેમેસ્ટર-3ની પરીક્ષાનું આયોજન ઓનલાઇન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણાં છાત્રો ટેકનિકલ કારણોસર પરીક્ષા આપી શક્યાં ન હતા. તેમની પરીક્ષા પુનઃ લેવાય તે માટે વહેલી તકે યોજાય તે માટે અપીલ કરી હતી. વધુમાં જેમની પરીક્ષા બાકી રહી ગઈ હોય તેમની પરીક્ષા ઓનલાઈન માધ્યમથી વહેલી તકે યોજવામાં આવે જેથી અન્ય અભ્યાસક્રમની તૈયારી રાબેતા મુજબ કરી શકાય તેમ જણાવ્યું હતું.

પરીક્ષા માટે છાત્રોની યાદી કોલેજમાં મોકલો
યુનિવર્સિટીમાં સેમેસ્ટર-3ની એટીકેટીની ઓનલાઇન પરીક્ષા લેવાઈ પણ એપ્લીકેશનમાં ટેકનિકલ ક્ષતિને કારણે ઘણા છાત્રો પરીક્ષા આપવાથી ચૂકી ગયા હતા. તેમની પરીક્ષા વહેલી તકે યોજાય. આ છાત્રોનું લિસ્ટ બનાવી દરેક કોલેજમાં મોકલાય અને નવું ટાઈમ ટેબલ જાહેર કરાય તેમ સમાધાનકારી વલણ માટે જણાવ્યું છે. > નિરજ ઝા, છાત્ર સંગઠન

અન્ય સમાચારો પણ છે...