રજુઆત:SSC-HSCમાં રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગ, અનંત પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્યું

નવસારી4 મહિનો પહેલા
  • રેગ્યુલરની માફક રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માગ

કોરોનાની મહામારી ને લઇને રાજ્ય સરકારે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન હેઠળ આવરી લીધા છે ત્યારે રીપીટર વિદ્યાર્થીઓ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. જેથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રહેતા રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા પણ માંગ કરવામાં આવી હતી કે તેમને પણ માસ પ્રમોશનમાં સમાવવામાં આવે.વાંસદા તાલુકાના રિપીટર વિદ્યાર્થીઓનો પણ અભ્યાસ 2020થી કોરોના મહામારી પરિસ્થિતિને લઈને ઓનલાઈન કાર્યરત રહ્યો હતો,તેવા સંજોગોમાં સરકાર દ્વારા ધોરણ 10 અને 12 માં ભણતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે

પરંતુ જે 10 માં ધોરણ અને 12 માં ધોરણ ના રિપીટરો વિદ્યાર્થી ઓની ભવિષ્યની ચિંતા ન દાખવી હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. જેથી અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા વાંસદા તાલુકાના ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન હેઠળ સમાવી લેવામાં આવે એવી માંગ સાથે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો મુખ્યધારામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર પ્રમોશન આપી પાસ કરી શકતી હોય તો રીપીટર માટે પણ કોઈ ચોક્કસ ગાઇડલાઇન્સ બનાવીને તેમનું પણ એક વર્ષ ન બગડે તેવું આયોજન થાય તેવી માંગ ધારાસભ્ય અનંત પટેલ સાથે વિદ્યાર્થીઓએ કરી છે.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ જ્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કર્યો છે ત્યારે તેની સાથે રીપીટર વિદ્યાર્થીઓ પણ એવા જ પ્રકારની ઓનલાઈન એક્ઝામની તૈયારી કરી હતી પણ સરકારે પરીક્ષા મામલે નિર્ણય લઈને માસ પ્રમોશન ની જાહેરાત કરતાં રીપીટર અંગે કોઇ ખુલાસો કર્યો નથી જેથી રીપીટર વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય અંગે ચિંતા વધી છે જેથી સરકારને માસ પ્રમોશન અંગે આવેદન થકી ગુહાર લગાવી છે

ઝૂલફેન શેખ વિદ્યાર્થીના જણાવ્યા મુજબ તેમણે પણ બીજા વિદ્યાર્થીઓની જેમ એક વર્ષ મહેનત કરી છે ત્યારે સરકારે તેમના માટે કોઈ નિર્ણય કર્યો નથી એટલે તેઓ એ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આવેદન આપીને સરકાર ને જણાવવા માંગે છે કે તેમની મહેનત પણ વેડફાય નહિ તે માટે માસ પ્રમોશન નિર્ણય કરવામાં આવે

અન્ય સમાચારો પણ છે...