તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજ્યની 4 કૃષિ યુનિ.માં કર્મીઓની આંતરિક બદલીનો પત્ર રદ કરવા માગ

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2014માં આંતરિક બદલીઓ નહીં કરી શકાય તેવો પરિપત્ર બહાર પડાયો હતો

નવસારી કૃષિ યુનિ.સહિત રાજ્યની ચાર યુનિ.માં વર્ષ 2014 પહેલા કર્મચારીઓની આંતરિક બદલીઓ થતી હતી. પણ એકમાંથી ચાર યુનિવર્સિટી બની જતા સરકારે 2014માં એક પરિપત્ર જાહેર કરીને આંતરિક બદલીઓ કરી શકે નહી તેવો આદેશ આપતા બદલીની રાહ જોતા ઘણા કર્મચારીઓએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને ફરિયાદ કરી હતી.

ગુજરાત રાજયના ગુજરાત કૃષિ યુનિવર્સિટીની સ્થાપના અંદાજે 60 વર્ષથી થયેલ હતી. જેમા રાજયમાં ચાર વિભાજનોમાં આણંદ, જુનાગઢ, દાંતીવાડા, નવસારી આ ચાર મુખ્ય સ્થળોના કર્મચારી, અધિકારીઓ પોતે પોતાની ઈચ્છાથી બદલીની માંગણી કરી. આ ચારે મુખ્ય સ્થળમાંથી કોઈપણ સ્થળ પર આવ-જા કરતા હતા. બદલીથી અને આજ કર્મચારી અધિકારીઓના હિતમાં પ્રથા છેલ્લા 54 વર્ષથી લગાતાર ચાલતી રહેતી હતી. વર્ષ 2014ના પરિપત્ર દ્વારા આંતરિક બદલીઓ માટે ના પાડી દેવામાં આવતા હજારો કર્મચારી અધિકારીઓને આર્થિક તેમજ માનસિક દુઃખ આપનારી છે.

તા.30/06/2014નો પરિપત્ર જે છે. તે કર્મચારી અને અધિકારીઓના મૌલીક હકકોનું અને માનવતાનું હનન કરનારુ અને નુકશાન કરતા તથા અન્યાય કરતા છે. જેથી 30 એપ્રિલ 2014 નો મુખ્યમંત્રીના નામે થયેલ પરિપત્ર રદ કરી છેલ્લા 54 વર્ષથી લગાતાર ચાલતી આવેલી બદલીઓની પ્રથા–પ્રક્રિયાઓ ચાલુ રાખવા વિનંતી કરવામાં આવી હતી.

2014ના પરિપત્રમાં શું જોગવાઇ છે
2014નો પરિપત્ર બી.આર. ઠકકર, ઉપસચિવ કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગરના સહીથી પરિપત્ર છે. જેમા દર્શાવેલ છે કે, ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ-2004 હેઠળ કૃષિ યુનિવર્સિટીને નિમણૂકની સત્તા એનાયત થયેલ છે. એક યુનિવર્સિટી માંથી બીજી યુનિવર્સિટીમાં અરસ-પરસ બદલીની કોઈ જોગવાઈ નથી. તેથી કોઈપણ અધિકારી કર્મચારીની અરસ-પરસ બદલી કરવી નહી.

યુનિવર્સિટીના જોહુકમી પરિપત્રનો વિરોધ
જેમને અધિકારી કર્મચારીઓની નિમણુંકની સતા હોય તેઓને બદલીઓની સતા પણ આપોઆપ હોય જ છે. જે તે સંવર્ગના રોસ્ટર દરેક યુનિવર્સિટી રાખતી હોય છે. દાખલા તરીકે કોઈ અધિકારી અથવા કર્મચારી અચાનક મૃત્યુ પામે અથવા સ્વૈચ્છિક નિવૃતિ અથવા પોતાની રીતે નિવૃત થાય છે તો રોસ્ટર નિભાવતા જ હોય છે. કોઈકના વૃધ્ધ માતા-પિતાની જવાબદારી હોય છે તો કોઈકના માતા-પિતા અપંગ તેમજ અશકત હોય પોતાના વતનથી હજારો કિલોમીટરથી દુર નોકરી કરતા અધિકારી કર્મચારીની બદલીથી તેમનો પરિવાર નજીક આવે છે અને સારી કામગીરી થઈ શકે એમ છે. જેથી અમે 2014નો પરિપત્ર રદ કરવા સરકારને અરજ કરી છે.> નવનીત મહિડા, પ્રમુખ, ગુજરાત રાજ્ય ચાર કૃષિ. યુનિ. વર્ગ 4 કર્મચારી મહા મંડળ

અન્ય સમાચારો પણ છે...