તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર:નવસારીમાં દાંડીયાત્રા પ્રવેશે ત્યારે દાંડીયાત્રિકોના RTPCR ટેસ્ટ કરી પ્રવેશ આપવાની માગ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વકીલ કનુ સુખડિયાએ આવેદનપત્ર પાઠવી માગ કરી

નવસારી શહેરમાં કાર્યરત વકીલ કનુ સુખડિયા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં નવસારી જિલ્લામાં જે રીતે કોરોના નો ખતરો વધી રહ્યો છે અને વધતા કોરોનાના આંક ને જોતા આગામી એપ્રિલ માસની 4થી અને 5મી તારીખે દાંડીયાત્રામાં શહેર માં પ્રવેશનાર સંભવિત ટોળાનો નવસારી બોર્ડર પર જરૂરી કોરોના ના ટેસ્ટ થવુ જોઈએ અને જો કોઈ દાંડી યાત્રી કોરોના પોઝિટિવ હોય તો તેમને તેમના વતન પરત મોકલવામાં આવે અને નેગેટિવ આવનાર યાત્રીઓ ને જ શહેરમાં પ્રવેશ અપાવવો જોઇએ એવી અપીલ સાથે એક આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યું છે.

ધાર્મિક કે રાજકીય ટોળા ભેગા ન થાય તેવા કાર્યક્રમ ન કરવા અનુરોધ

એડવોકેટ કનુભાઈ સુખડિયા દ્વારા આપવામાં આવેલા આવેદનમાં અપીલ કરી છે કે જિલ્લામાં કોઈપણ ટોળા ભેગા થતા હોય તેવા કાર્યક્રમો ન થવા જોઈએ એ માટે આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ દાંડીયાત્રામાં સંભવિત ટોળાનો નવસારીમાં ટેસ્ટ વગર સીધા જ પ્રવેશ ન અપાય તે માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો