માગ:આદિવાસી સમાજ વિશે લખાયેલા બિભત્સ શબ્દો બદલ ખાનગી પ્રકાશક સામે પગલાં લેવાની માગ

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુકમાંથી વાક્યો દુર કરી જવાબદાર સામે એટ્રોસિટી દાખલ કરવા નવસારી બીટીટીએસની રાવ

નવસારી જિલ્લા BTTS દ્વારા આર્ટ્સના અભ્યાસના પુસ્તકમાં આદિવાસી સમાજ વિશે બિભત્સ શબ્દો લખ્યા હોય તે ખાનગી કંપની વિરુદ્ધ પગલાં ભરવા માગ કરતું આવેદનપત્ર કલેકટરને ઉદ્દેશીને આપ્યું હતું. નવસારી જિલ્લા BTTSના રાજ્યના મહામંત્રી પંકજ પટેલ, જિલ્લા પ્રમુખ પંકજ સી. પટેલ, એડવોકેટ પરેશ વાટવેચા, મયુર પટેલ, હિતેશ પટેલ સહિતનાએ કલેકટરને ઉદ્દેશીને અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં હાલમાં શૈક્ષણિક અભ્યાસ બુકમાંથી આદિવાસી સમુદયાને બદનામ કરતા ધૃણાસ્પદ શબ્દો દૂર કરવા જણાવ્યું હતું.

જેમાં જણાવ્યું કે ભારતમાં આદિવાસી સમુદાયની વસતી 8% કરતા વધુ છે અને ગુજરાતમાં 15 % કરતા વધુ છે. અનુસૂચિત જનજાતિ તરીકે સંવિધાને સ્વીકાર કર્યો છે. ભારતના ઇતિહાસમાં અનુસૂચિત જનજાતીના લોકો ભારતના મુળ નિવાસી છે. મુળ શાસકપ્રજાને ગુલામ બનાવી અને ચોક્કસ લોકોના માધ્યમથી ગરીબ બની આદિવાસી લોકો ગરીબીમાં જંગલમાં રહેવા ટેવાયેલી ખડતલ જાતિ છે. સમાજમાં ભુખે મરી જવાનું પસંદ કરશે પરંતુ વેશ્યાગમન જેવા અનૈતિક ધંધામાં કયારેય જવાનું પસંદ કરતા નથી, તેમ છતાં અને સમાજમાં આદિવાસી ધર્મ પ્રત્યે ધૃણાની ભાવના પેદા કરવા પ્રયત્ન કર્યો છે.

જેને સખત શબ્દોમાં વખોડીએ છીએ. સમાજની લાગણી દુભાવી હોય જેથી તાત્કાલિક ધોરણે બંને બુકમાંથી આદિવાસી પ્રત્યેના વાક્યો દુર કરવામાં આવે અને જવાબદાર વિરૂદ્ધ એટ્રોસિટી એકટ દાખલ કરવા જણાવ્યું હતું. આદિવાસી સમાજની માંગ પુરી નહી થાય તો અનુસૂચિત જનજાતિ સમુદાય સત્યાગ્રહ કરશે તેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ આપી હતી.

સમાજનું અપમાન નહીં સહન કરીએ
સૌરાષ્ટ્ર તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટી તેમજ ગુજરાતની બીજી કોલેજોમાં ”ભારતમાં સાંપ્રત સામાજિક સમસ્યા’ નામની શૈક્ષણિક બુકમાં ”એઇડસના કારણો’માં કારણ નં. 1 માં લખેલ છે કે, વેશ્યાગમન, ધંધાદારી, વ્યાપારિક યૌન કાર્યકરો એટલે કે વેશ્યાઓ, વેશ્યા સાથેના જાતીય સંબંધને વેશ્યાગમન કહેવાય, યૌન અર્થાત કામ (Sex)નું વેચાણ સાર્વત્રિક ઘટના છે. ભારતમાં લાખો સ્ત્રીઓ આ ધંધામાં પ્રવૃત્ત છે ના લખાણમાં એવું જણાવેલું છે કે આદિવાસી સમુદાયોમાં પણ વેશ્યા વ્યવસાય પ્રવર્તે છે.

જેના આધારે કૌટિલ્ય કૃત પ્રશ્ન સંપુટ આર જમનાદાસની કંપની બુકમાં પાના નં. 74 ઉપર આદિવાસી માટે એવું લખેલ છે કે ગામડાઓ અને આદિવાસી સમાજમાં વેશ્યાઓની પ્રવૃત્તિઓ નિરંકુશ રીતે ચાલ્યા કરે છે.’ જેવા શબ્દોથી ભારતના આદિવાસી ધર્મ અને સમાજનું અપમાન કર્યું છે. આ લખાણ દૂર કરો નહિતર આગામી સમાજમાં આશ્ચર્યજનક પગલાં લઈશું તેની જવાબદારી તંત્રની રહેશે. >પંકજ પટેલ, મહામંત્રી, ગુજરાત BTTS

અન્ય સમાચારો પણ છે...