તપાસ:કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપીઓએ આગોતરા જામીન અરજી પરત ખેંચી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીઆઇ સહિત 6 સામે હત્યા અને એટ્રોસિટીનો ગુનો

ચીખલી પોલીસમાં બે યુવાનોના ડેથ કસ્ટોડિયલમાં 3 આરોપીએ આગોતરા જામીન અરજી પરત ખેંચી હતી. જેમાં પુનઃ જામીન અરજી કરીશું તેવો હક ઉભો રાખી આગોતરા અરજી પાછી ખેંચી લીધી હોવાની માહિતી મળી છે. ચીખલીમાં વાહનચોરીમાં પૂછતાછ માટે લાવેલા ડાંગના બે યુવાને કસ્ટડીમાં જ વાયર વડે ફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટનામાં આદિવાસી સમાજમાં પોલીસની કામગીરી સામે અસંતોષ હોય પ્રદર્શન કરાયું હતું. ઘટનાના 3 દિવસ બાદ ચીખલી પીઆઇ સહિત 6 સામે હત્યા અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો હતો. આ ઘટનામાં પીઆઇ અને બે પોલીસ કર્મીએ નવસારી કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જેની સુનાવણી મંગળવારે હતી પરંતુ અરજી મુકનારા પીઆઇ વાળા સહિત બે કર્મી દ્વારા પુનઃ અરજી કરીશું તેમ કોર્ટમાં અરજી આપી આગોતરા અરજી પાછી ખેંચી લીધી હોવાની માહિતી મળી છે.

અનિવાર્ય સંજોગોને કારણે અરજી પાછી ખેંચી છે
ચીખલીમાં કસ્ટોડિયલ ડેથની બનેલી ઘટનાના 6 આરોપી પૈકી 3 આરોપીએ આગોતરા જામીન મૂક્યાં હતા. અનિવાર્ય સંજોગોને કારણે પુનઃ જામીન અરજી દાખલ કરવાનો હક ઉભો રાખી આગોતરા અરજી પાછી ખેંચી છે. - વિજય નાઈક, બચાવ પક્ષના વકીલ