તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડો દેખાયો:નવસારીના ગણદેવીમાં રાત્રીના સમયે દીપડાના આંટાફેરા, કાર ચાલકે દીપડાને કેમેરામાં કેદ કર્યો, વીડિયા વાઈરલ

નવસારી2 મહિનો પહેલા
 • ગણદેવી તાલુકામાં દીપડાએ દેખા દેતા ગ્રામજનો અને શહેરીજનોમાં ફફડાટ
 • ગણદેવી તાલુકામાં દીપડાએ દેખા દેતા ગ્રામજનો અને શહેરીજનોમાં ફફડાટ

વન્ય પ્રાણીઓ જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા હોવાની ઘટના રાજ્યભરમાં બની રહી છે. દીપડો જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારીને માનવીઓ પર હુમલો કરતો હોવાની ઘટનાઓ છાશવારે બની રહી છે ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રાત્રીના સમયે એક દીપડો આટાંફેરા મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. એક કાર ચાલકે આંટાફેરા મારતા દીપડાને કેમેરામાં કેદ કર્યો હતો. દીપડાના આંટાફેરાથી ગણદેવી તાલુકામાં ગ્રામજનો અને શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં દીપડા આટાફેરા વધ્યાડાંગ જિલ્લામાં પરંપરાગત વસવાટ ધરાવતા દીપડાઓ જંગલ બોડા થતા તેમના રહેઠાણનો પ્રશ્ન ઉપસ્થિત થતા નવસારી જિલ્લામાં આવેલા શેરડીના ખેતરોમાં તેમને હૂંફ અને પાણી પણ પ્રયાપ્ત માત્રા મળી રહેતા નવસારી જિલ્લામાં તેમને ફાવટ આવી ગઈ છે. જેથી રહેણાક વિસ્તારમાં દીપડના આંટાફેરા વધતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. ગણદેવી તાલુકામાં દીપડાએ દેખા દેતા વન વિભાગ દોડતું થયું છે. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું મુકવાની કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો