તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:મહા અભિયાનના ત્રીજા દિવસે જિલ્લામાં રસીકરણમાં ઘટાડો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 18+માં 1,00,000નો આંક વટાવ્યો
  • બુધવારે 18+માં 6509ને રસીકરણ

નવસારી જિલ્લામાં 18+ના રસીકરણ મહા અભિયાનની શરૂઆતમાં પ્રથમ દિવસે 15 હજારથી વધુને રસી અપાયા બાદ બુધવારે ત્રીજા દિવસે 6509 જણાને જ રસી અપાઈ હતી. નવસારી જિલ્લામાં 18થી 45 વર્ષ વચ્ચેના લોકોને રસી આપવાના મહા અભિયાનની શરૂઆત સોમવારથી કરાઈ હતી અને પ્રથમ દિવસે 15 હજારથી વધુ યુવાનોને કોવિડ રસી આપવામાં આવી હતી. જોકે મંગળવારે બીજા દિવસે 10063 જણાને રસી અપાઈ હતી. બુધવારે તો રસીકરણમાં વધુ ઘટાડો થયો હતો. બુધવારે જિલ્લામાં 18+નું રસીકરણ 6509 જ કરાયું હતું.

તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 1434, જલાલપોરમાં 1261, ગણદેવીમાં 1547,ચીખલીમાં 1187,ખેરગામમાં 240 અને વાંસદા તાલુકામાં 840 જણાએ રસી મુકાવી હતી. કુલ 6509 જણાએ રસી મુકાવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 18+નું રસીકરણ 4 જૂનથી શરૂ થયું હતું. બુધવારે થયેલ 18+ના રસિકરણનો કુલ આંક 106450 થઈ ગયો છે. મહદઅંશે હાલ સુધી 18+ના રસીકરણમાં પહેલો ડોઝ જ મુકાયો છે. બીજો ડોઝ ખૂબ જ ઓછા લોકોને મુકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ફરી રસીકરણની સંખ્યા વધે કે ઘટે એ જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...