રાહત:અમલસાડમાં વાહન વ્યવહાર અર્થે બંધ કરાયેલ રેલવે ફાટક નંબર-112 પુન: ખુલ્લી રાખવાનો નિર્ણય

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે બોર્ડ દ્વારા અહીં ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી પરંતુ અમલસાડ ગ્રામ પંચાયત દ્વારા તેનો વિરોધ કરાયો હતો

અમલસાડમાં રેલવે ફાટક નંબર-112 જે નવસારી જિલ્લા કલેકટરે જાહેરનામુ પાડી વાહન વ્યહાર માટે બંધ કરાઇ હતી. તેને જાગૃત નાગરિકોની જોરદાર રજૂઆતને પગલે પુનઃ રાબેતા મુજબ વાહનવ્યહાર માટે ખુલ્લી રાખવાનો નિર્ણય કરતા આમજનતામાં ખુશીનો માહોલ ફેલાયો છે.

અમલસાડના ભગવાન અંધેશ્વર મહાદેવ મંદિર નજીક રેલવે ફાટક વર્ષોથી વાહનવવ્યહાર માટે કાર્યરત હતી. જે રેલવે બોર્ડ દ્વારા અહીં ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી પરંતુ અમલસાડ ગ્રામ પંચાયત દ્વારા તેનો વિરોધ કરતા જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડી ફાટક પરથી વાહન વ્યહાર બંધ કર્યો હતો.

આ અંગેનો અહેવાલ અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા. તદઉપરાંત અનેક ગામોના લોકોએ પણ સંબંધિત જગ્યાએ રજૂઆતો કરી હતી. જેને પગલે છેવટે રેલવે તંત્ર દ્વારા આમજનતાની હાલાકી જોતા ફાટક ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો હતો અને 26મીને મંગળવારના રોજથી રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે પુનઃ શરૂ કરાઈ છે. જેને પગલે ખાસ કરીને આ વિભાગના ધરતીપુત્રો, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તો વળી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં મંદિરના દર્શનાર્થે પધારતા શિવ ભક્તોજનો સરળતા રહેશે.

આ બાબતે ફાટક નંબર-112 પર ફરજ પરના ફાટકમેન શિવમભાઇને પૂછતાં તેમણે જણાવ્યું કે હાલ રાબેતા મુજબ ફાટક ખુલ્લી રહેશે તેવી માહિતી અમને ઉપલી કચેરી દ્વારા જણાવાયું છે. અમલસાડના સામાજિક અગ્રણી પ્રકાશભાઈ મહેતા તેમજ અન્ય જાગૃત નાગરિકો દ્વારા મુંબઈ સેન્ટ્રલ તેમજ ચર્ચગેટ રેલવે અધિકારીઓને આ ફાટક બંધ કરતા પડી રહેલી હાલાકી વિશે જોરદાર રજૂઆતને પગલે રેલવે તંત્ર દ્વારા આમજનતાના હિતમાં નિર્ણય લેતા તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

બ્રિજ કે અંડર ગ્રાઉન્ડ બનાવો
રેલવે તંત્ર દ્વારા અહીં ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મેળવી છે, તે ઉપરાંત અહીં બ્રિજ અથવા અન્ડરગ્રાઉન્ડ બને તેવી આમજનતાની લાગણી અને માંગણી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. > પ્રકાશભાઈ મહેતા, જાગૃત અગ્રણી

અન્ય સમાચારો પણ છે...