નિર્ણય:નવસારીના રિંગરોડનું 3 વર્ષે નવિનીકરણ કરવાનો નિર્ણય

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય આયોજન માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે

નવસારીના પ્રકાશ ટોકીઝથી વિરાવળ સુધીના રિંગરોડના નવિનીકરણ માટે પાલિકાએ કન્સલ્ટન્ટ નિમવાનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં તે િનમણૂંક થયા બાદ કામગીરી શરૂ કરાય તેવી શક્યતા છે.નવસારી શહેરમાં પ્રકાશ સિનેમાથી વિરાવળ નાકા સુધીનો રિંગરોડ છે. રોડને આજથી ત્રણેક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો.

આ રોડની ડિફેક્ટ લાયાબિલિટીને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય પાલિકાએ આ મહત્વના રોડ માટે નવું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. આ રોડના યોગ્ય આયોજન માટે પાલિકાએ કન્સલ્ટન્ટ નિમવાનું નક્કી કર્યું છે, જે કામને પાલિકાની સામાન્ય સભાએ પણ બહાલી આપી દીધી છે.

મળતી માહિતી મુજબ આ રિંગરોડ શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થાય છે અને નદીમાં પૂર આવતા રોડ પર પણ પૂરના પાણી ફરી વળે છે. આ સ્થિતિમાં પાણીના નિકાલ, વાહનોની અવરજવર, ટ્રાફિક વગેરે બાબતોની ટેકનિકલ રીતે પૂરતી માહિતી મળે તે માટે પાલિકાએ સૌપ્રથમ કન્સલ્ટન્ટ નિમવાનો નિર્ણય કર્યો છે. કન્સલ્ટન્ટ રિપોર્ટ બાદ આગળની કામગીરી થશે.

અન્ય સમાચારો પણ છે...