તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક લોકડાઉન:નવસારી-વિજલપોર નગરપાલિકામાં શનિ-રવિ દરમિયાન સ્વૈચ્છિક લોકડાઊનનો નિર્ણય

નવસારી3 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 30 એપ્રિલ સુધી નાઈટ કફર્યૂનો અમલ કરવાનો નિર્ણય કરાયો

રાજય સહિત દેશમાં કોરોના સંકર્મિત કેસોમાં સતત વધારો થતા રાજયના 20 જિલ્લામાં નાઈટ કફર્યૂનું અમલીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ દ્વારા આગામી 30 એપ્રિલ સુધી શહેરમાં નાઈટ કરફ્યુ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નવસારી-વિજલપોર નગરપાલિકા, નવસારી ચેમ્બર ઓફ કોમર્સ અને નવસારી કેડાઈનાં સયુંકત ઉપક્રમે પાલિકા સભાખંડમાં ઔદ્યોગિક, વેપારી અને વિવિધ સંસ્થાના અગ્રણીઓ સાથે કોરોનાની ચેઈન તોડવા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં તમામ અગ્રણીઓના પ્રતિભાવો મેળવી પાલિકા પ્રમુખે આવતી કાલથી શહેરમાં આવેલ તમામ બાગ-બગીચાઓ અને શાકભાજી માર્કેટ બંધ કરી આગામી 30 એપ્રિલ સુધી શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યું સાથે શનિ અને રવિવારનાં રોજ સ્વૈચ્છિક લોકડાઉન માટે મહત્વનો નિર્ણય કરયો છે.

તેમજ શનિ-રવિવારના રોજ બિનજરૂરી ઘરની બહાર ના નીકળી કોરોનાની ચેન તોડવામાં શેહરીજનોને યોગદાન પાઠવવા અપીલ કરી છે.

સયાજી લાયબ્રેરી પણ કોરોનાના કારણે બંધ રખાશે, માત્ર બુક ઇસ્યુ જ ચાલુ રહેશે
નવસારી-વિજલપોર પાલિકા દ્વારા લેવામાં આવેલ નિર્ણયને ધ્યાનમાં લઈને જનહિત માટે સયાજી વૈભવ લાયબ્રેરીનું સંપૂર્ણ કામકાજ શનિ-રવિ બંધ રહેશે. હાલની પરિસ્થિતિને જોતા આ શુક્રવારથી ફક્ત ઇસ્યુ વિભાગ નિયમોને અનુસરીને ચાલુ રહેશે. ન્યૂઝ પેપર સેક્શન તથા વાંચન ખંડ બંધ રહેશે. જે અંગે વાચકોને પણ માહિતગાર કરાયા હોવાની માહિતી સાંપડી છે.

નોગામા ગામે 30 એપ્રિલ સુધી જાહેર મેળા અને હાટબજારો પર રોક લગાવાઇ
વર્તમાન સમયમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે નવસારી કલેકટર તરફથી અટકાયતી પગલાનાં ભાગરૂપે 7મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી તાત્કાલિક અસરથી ગામેગામ ભરાતા હાટબજાર તથા જાહેર મેળાવડા બંધ કરવાની સૂચના આપવામાં આવેલી છે. જેથી નોગામા ગામે ભરાતો શનિવારી હાટબજાર બંધ રહેશે. આ અંગે સ્થાનિકોને જાણ કરવામાં આવી છે.

કોરોનાની ચેઈન તોડવા કરફ્યૂ-લોકડાઉન જરૂરી
નવસારીમાં વધી રહેલા કેસોને કારણે રાત્રિના 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યૂ અને શનિવારે-રવિવારે લોકડાઉન રાખવા શહેરના અગ્રણીઓની સલાહ લીધી હતી. જેને પગલે પોલીસ અને પ્રશાસનની મદદ લઇ કોરોનાની ચેઈન તોડીશું. ઉપરાંત દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને માટે અન્ય હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવશે. ક્વોરન્ટાઇન હાઉસ પણ બનાવવામાં આવશે, જે માટે નવસારી-વિજલપોરની જનતાનો સહકાર માગું છું. > જીગીશ શાહ, પ્રમુખ, નવસારી-વિજલપોર નગરપાલિકા

નાના અને શ્રમિક વર્ગને તકલીફ ઉભી થશે
નવસારીમાં કોરોનાના પગલે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજ કમાઈ ખાનારા લારીગલ્લાવાળા, રિક્ષા એસોસિએશનના હોદ્દેદારોને બોલાવ્યા ન હતા. મિટીંગમાં વેપારી મંડળના અગ્રણીઓને બોલાવ્યા પણ નાના માણસોને ન બોલાવતા આ નિર્ણયને કારણે તકલીફ ઊભી થશે. ગત વખતે લોકડાઉનમાં આવી સંસ્થાઓએ સામાન્ય માણસોને કેટલી મદદ કરી તે પણ સવાલ હજુ ઉભો છે. > અનિલ પટેલ, સામાજીક અગ્રણી, વોર્ડ નંબર-2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો