ચર્ચા વિચારણા:આદિવાસી સમાજમાં અંતિમયાત્રા સમયસર નીકળે તે માટે બેઠકમાં નિર્ણય

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી આદિવાસી સમાજની સ્મશાનભૂમિ ખાતે મળેલી બેઠક

નવસારીનાં વિરાવળ સ્મશાનભૂમિમાં મળેલી શોકસભામાં સ્મશાનયાત્રા સમયસર નીકળે તે માટે નવસારી વિસ્તારનાં આદિવાસી અગ્રણીની મળેલી બેઠકમાં બધાએ સહમતિ દર્શાવી હતી. જિલ્લાનાં બીજા આદિવાસી વિસ્તારોમાં પણ સમયસર સ્મશાનયાત્રા નીકળે એવાં પ્રયત્નો કરવા તેમ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.નવસારીનાં સમસ્ત હળપતિ સમાજ દ્વારા રવિવારે વિરાવળ સ્મશાનભૂમિમાં મળેલી શોકસભામાં અંતિમયાત્રાનાં સમય બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આદિવાસી અગ્રણીઓ સર્વાનુમતે જણાવ્યું કે આજે સમય બદલાયો છે,નવસારીના આદિવાસી સમાજના લોકો આજુબાજુના ગામોમાં રહતા સગાસંબંધીઓને અપીલ કરી હતી કે, આદિવાસી વિસ્તાર દશેરા ટેકરી સહિત આદિવાસી વિસ્તારમા સગાસંબંધીઓને ત્યાં અશુભ પ્રસંગ (કોઈ મૃત્યુ પામે ત્યારે) આપેલા સમયે સમયસર સ્મશાનયાત્રામાં આવી રહેવું એવી અપીલ કરી હતી.

સ્મશાનયાત્રામાં આવનાર તમામ લોકોને જણાવવાનું કે હાલના કપરા સમયમાં રોજ કમાઇને ખાનારાઓને ધ્યાને લઈને તમારા લીધે બીજાનો સમય ન બગડે એ માટે સમયસર આવો. નવસારી દશેરા ટેકરીથી અભિયાનની શરૂઆત કરી છે નવસારી જિલ્લાનાં તમામ આદિવાસી વિસ્તારોમાં આ નિયમની શરૂઆત થાય તેમ અપીલ કરી હતી.

સમયની સાથે બદલાવ કરીને ચાલવુ જરૂરી
તમામ બીન આદિવાસી સમાજે તો ઘણાં સમયથી બદલાવ કરી દીધો છે. એક જ સમય સમયથી ફકત 5 મિનિટ માટે સગાંસંબંધીઓની અને વિસ્તારના લોકોની રાહ જોઈ છે પછી પાર્થિવદેહને વિરાવળ સ્મશાને અંતિમ સંસ્કાર માટે લઈ જાય છે, એવુ આદિવાસી સમાજે પણ સમયની સાથે બદલાવ કરીને ચાલવુ જરૂરી બન્યું છે. > વિજય રાઠોડ, અગ્રણી, સમસ્ત હળપતિ સમાજ નવસારી

અન્ય સમાચારો પણ છે...