મતગણતરી:નવસારીમાં ગણદેવીના દેવધાગામના સરપંચ પદે જીગર પટેલ વિજેતા, જાણો ક્યા ગામમાં કોણ જીત્યુ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છ તાલુકાના વિવિધ પોઇન્ટ પર મતગણતરી થઈ રહી છે

નવસારીના 6 તાલુકાના 269 ગામોના સભ્યો અને સરપંચ ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થવા જઇ રહ્યો છે. ત્યારે છ તાલુકાના વિવિધ પોઇન્ટ પર મતગણતરી શરૂ થઈ ગઈ છે.નવસારીના ગણદેવી તાલુકાના પાથરી ગામે વૉર્ડ નંબર 8માં ટાઈ થઈ હતી. જેથી આરઓએ ચીઠી ઉછાળી મત આપતા સુમિત્રા બેન વિજેતા જાહેર થયા છે.

નવસારી જિલ્લામાં યોજાયેલી ગામ પંચાયતની ચૂંટણીમાં 90 થી 95 ટકા ભાજપ સમર્થિત પેનલનો વિજય થયા હોવાનો દાવો જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરીને લઈ ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કમલમ ખાતે કરવામાં આવ્યું હતું. જલાલપોર તાલુકાના સંદલપોર ગામે વોર્ડ નં. 8માં ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ હતી. બંને ઉમેદવારોને 86-86 મતો મળતા અંતે વિજેતા ઉમેદવાર ચુંટવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી જેમાં વોર્ડ નં. 8 નિલેશ પટેલને વિજેતા જાહેર કરાયા હતા.

નવસારીના ગણદેવી મતગણતરી કેન્દ્ર પર તંત્રની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. સ્ટાફ માટે બપોર 4 વાગ્યા સુધી પાણી તેમજ ભોજન આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ હતું. જેને લઈ કેટલાક કર્મચારીઓઓ નારાજ થઈ તંત્ર પર ફિટકાર વર્ષાવી હતી. બેલેટ પેપરથી મતગણતરી ચાલી રહી છે. નવસારીના ખેરગામના ચીમનપાડા ગામમાં સરપંચ પદે ચંદુભાઈ ઝીંણમભાઈ પટેલ વિજેતા થયા છે. જ્યારે પણજમાં સરપંચ પદે જયશ્રી પટેલ વિજેતા થયા છે. નડગધરિમાં સરપંચ પદે વિજેતા મનોજ બલલુંભાઈ પટેલ થયા છે. જિલ્લામાં 4661 સરપંચ અને વોર્ડ સભ્ય ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે જવા થઇ રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં ગણતરી સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઇ છે અને પરિણામ આવતા જ સાંજ સુધીમાં તમામ ગામોને તેમના નવા સરપંચ અને સભ્યો મળી જશે.

જિલ્લાના જલાલપોર તાલુકાના ઉભરાટ વોર્ડ નં. 5માં રમેશ નરોત્તમ પટેલ વિજેતા થયાં છે. તો નવસારી તાલુકાના પીનસાડ-સરોણા ગામમાં સરપંચ પદે નયનભાઈ પટેલ વિજેતા થયાં છે.

જલાલપોર તાલુકાના કલથાણ ગામમાં સરપંચ પદે જીગ્નેશ પટેલ 659 મતોથી વિજેતા
જલાલપોર તાલુકાના તવડીગામે સરપંચ પદે રીનાબેન પટેલ 490 મતોથી વિજય

જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામમાં સરપંચ પદે શશીકાંત પટેલ 300 મતોથી વિજેતા

જલાલપોર તાલુકાના ખરસાડ ગામમાં સરપંચ પદે નિરૂબેન પટેલ 345 મતોએ વિજેતા

ગણદેવી તાલુકાના ખખવાડાગામના સરપંચ પદે મહેશ બાબુભાઈ હળપતિ વિજેતા
ગણદેવી તાલુકાના મરોલી ગામના સરપંચ પદે ચેતન ધીરુભાઈ પટેલ વિજેતા
ગણદેવી તાલુકાના દેવધાગામના સરપંચ પદે જીગર સુરેશભાઈ પટેલ વિજેતા
ગણદેવી તાલુકાના સાલેજ ગામના સરપંચ પદે મહેશભાઈ પુનાભાઈ હળપતિ

જલાલપોર તાલુકાના 32 ગામડાઓના વિજેતા સરપંચની યાદી

ક્રમ - ગામ - સરપંચ વિજેતા - મળેલા મત - લીડ

1. પરસોલી : હિરેનકુમાર પટેલ - 472 - 312
2. વાસી : ભરત પટેલ -177 ટાઈ થઈ હતી
3. કડોલી : મુકેશકુમાર પટેલ - 729 - 410
4. તવડી : રીનાબેન પટેલ - 876 - 490
5. મીરજાપોર : સંજય પટેલ - 394 - 324
6. સાગરા : નિલેશ પટેલ - 238 - 111
7. ડાભેલ : અમીના બેરા - 1489 -989
8. આરક-રણોદરા જૂથ : શર્મિષ્ઠા રાઠોડ - 268 - 40
9. સંદલપોર : ભરત રાઠોડ - 493 - 196
10. સુલતાનપુર : શશીકાંત પટેલ - 850 - 300
11. કરોડ-કોઠવા જૂથ - હિરલભાઈ હળપતિ - 472 - 91
12. ખરસાડ : નિરૂબેન પટેલ - 618 - 345
13. કલથાણ : જીગ્નેશ પટેલ - 700 -659
14. સરાવ : પરેશ હળપતિ - 262 - 186
15. કોથમડી : હિતેશ પટેલ - 607 -397
16. માણેકપોર-ટંકોલી જૂથ - ભાવના પટેલ - 509 -147
17. બોદાલી : નીલમબેન પટેલ - 824 - 147
18. ભીનાર :
19. નિમલાઈ :
20. છીણમ : સંજય પટેલ - 799 - 564
21. ચીજગામ : દીપા પટેલ - 1320 - 1054
22. પરૂજણ : જયેશ પટેલ - 357 - 106
23. પોંસરા - જતીન પટેલ - 559 - 41
24. કરાંખટ : ઉમેશ હળપતિ - 582 - 58
25. અબ્રામા : લીનાકુમારી પટેલ - 2171 - 829
26. કાળાકાછા : ધર્મેશ રાઠોડ - 369 - 75
27. કોલસણા : હીરલકુમાર પટેલ - 573 - 98
28. મરોલી : ધર્મેશ પટેલ - 927 - 392
29. મહુવર : યોગીના પટેલ - 2179 - 523
30. વેસ્મા-સડોદરા જૂથ : સરલાબેન પટેલ - 2667 - 154
31. વેડછા : વિપુલ પટેલ, 425 - 25
32. મંદિર : દેવાંગ દેસાઈ - 891 - 157

  • નવસારી- 73 સરપંચ, ઉમેદવારો- 422
  • જલાલપોર- 79 સરપંચ, ઉમેદવારો- 443
  • વાંસદા- 177 સરપંચ, ઉમેદવારો- 981
  • ગણદેવી- 156 સરપંચ, ઉમેદવારો- 690
  • ચીખલી- 196 સરપંચ, ઉમેદવારો- 1039
  • ખેરગામ- 65 સરપંચ, ઉમેદવારો- 342
અન્ય સમાચારો પણ છે...