કરૂણ ઘટના:નવસારીમા એપાર્ટમેન્ટની છત પરથી પટકાયેલી યુવતીનું મોત

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુકવેલા કપડા લેવા જતા યુવતી સાથે બનેલી કરૂણ ઘટના

નવસારીના શાંતાદેવી રોડ પર રહેતી યુવતી મોડી સાંજે તેમની એપાર્ટમેન્ટમાં ટેરેસ ઉપર સુકવેલા કપડાં લેવા ગયેલી યુવતીનું અકસ્માતે પડી ગઈ હતી. ચોથા માળેથી યુવતી પડી જતા તેને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતી વેળા રસ્તામાં જ તેણીનું મોત થયું હતું. ઘટનાની પીએસઆઇ પી.આર.કરેન તપાસ કરી રહ્યાં છે.

નવસારીમાં શાંતાદેવી રોડ પર રામેશ્વર એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં ઘર નંબર-202માં રત્નકલાકાર રમેશભાઈ રતનાભાઈ પ્રજાપતિ તેમની દીકરી પાર્વતીબેન અને પરિવાર સાથે રહે છે. 3જી ઓકટોબરે સાંજે 5.30 વાગ્યાના અરસામાં પાર્વતીબેન ઘરના કપડાં એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર સુકવેલા હોય તે લેવા ગઈ હતી. તેણી કપડાં લેતી હતી ત્યારે આકસ્મિક રીતે ટેરેસ ઉપરથી મકાનની પૂર્વ દિશાએથી નીચે પડી હતી. તેણીને શરીરે મૂઢમાર વાગતા ઇજાગ્રસ્ત પાર્વતીબેનને સારવાર અર્થે નજીકમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જાય તે પહેલા જ રસ્તામાં જ તેણીનું ગંભીર ઇજાને પગલે મોત થયું હતું.

ઘટના બાદ શાંતાદેવી રોડ પર પ્રજાપતિ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પાર્વતીબેન એકની એક પુત્રી હોય પરિવારે પુત્રી ગુમાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પ્રજાપતિ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટનાની વધુ તપાસ પીએસઆઇ પી.આર.કરેન તપાસ કરી રહ્યા છે.

સારવાર માટે લઇ જાય તે પહેલા જ મૃત્યુ
મૃતક તેમના એપાર્ટમેન્ટમાં ટેરેસ ઉપર સુકવેલા કપડાં લેવા સાંજના અરસામાં ગઈ હતી. આકસ્મિક રીતે યુવતી પડી ગઈ હતી. ચોથા માળેથી પડી ગયેલી યુવતી જીવિત હતી પરંતુ તેણીને સારવાર અર્થે લઈ જાય તે પહેલાં જ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. મૃતક ધોરણ-7 સુધી અભ્યાસ બાદ માતાને ઘરકામમાં મદદ કરતી હતી. > પી.આર કરેન, પીએસઆઈ, નવસારી

અન્ય સમાચારો પણ છે...