દુઃખદ:નવસારીમાં ટ્રેનમાંથી પડી ગયેલા રત્નકલાકારનું મોત

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાર્ડાચાલનો યુવાન સુરતથી પરત આવતો હતો

નવસારી શહેરના રેલવે સ્ટેશન પસે આવેલ ગાર્ડા ચાલમાં રહેતો યુવાન સુરતથી કામ કરી ઘરે ટ્રેનમાં પરત આવતો હતો ત્યારે તવડી નજીક ટ્રેનમાંથી પડી જતા ટ્રેનમાં પગ આવી જતા બન્ને પગ કપાઈ ગયા હતા. યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. નવસારીના ગાર્ડા ચાલ માં નીતિન પ્રેમજીભાઈ કોળી (ઉ.વ. 36) વૃદ્ધ માતા અને બે બહેન સાથે રહી સુરતમાં ડાયમંડની ઓફિસમાં રત્નકલાકાર તરીકે કામ કરી આર્થીક ગુજરાન ચલાવતો હતો. નિતીન કોળી સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરી દરરોજ સવારે ટ્રેનમાં જતો અને પરત તે ઇન્ટરસિટી ટ્રેનમાં આવતો હતો.

સોમવારે ઇન્ટરસિટી ટ્રેનમાં ઘરે પરત આવતો હતો ત્યારે ટ્રેનના દરવાજા પાસે બેસેલો હતો. દરમિયાન તવડી પાસે તે ટ્રેનના દરવાજા પાસેથી અચાનક પડી ગયો અને ટ્રેનની અડફેટે તેના બન્ને પગ કપાઈ ગયા હતા. આ ઘટના બાદ ટ્રેનના મુસાફરોએ અન્ય ટ્રેનને ઉભી રાખીને આ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે સુરતમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...