આપઘાત:બિમારીથી કંટાળી આધેડની પૂર્ણા નદીમાં મોતની છલાંગ

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખર્ચ અંગે વિચારી આત્મઘાતી પગલું ભર્યું હોવાની ચર્ચા

જલાલપોરમાં રહેતા જયંતિભાઈ સાવલિયા ગૌરીશંકર મહોલ્લામાં કનૈયા ડેરી ચલાવતા હતા. મળતી માહિતી મુજબ 3 દિવસ પહેલા તેમને કોઈ બિમારીને પગલે રિપોર્ટ કઢાવ્યો હતો. બિમારીનો બહુ ખર્ચ થશે તેમ માની તે હતાશામાં હતો. તેણે 4થી ઓક્ટોબરે રાત્રિના 11.30 વાગ્યાના સમયે પોતાનું મોપેડ લઈને પૂર્ણા નદીના પુલ પાસે ગયો હતો અને તેના ખાસ મિત્રને જણાવ્યું કે હું પૂર્ણા નદીના પુલ પર છું તેમ કહી તેમના મિત્ર વધુ વાત કરે તે પહેલાં જ જયંતિભાઈએ ફોન કટ કરી પૂર્ણા નદીમાં ઝંપલાવી દીધું હતું.

ફોન કરનારા મિત્રે તેમને જણાવે કે અમે 5 મિનિટમાં આવીએ છીએ વાત કરીશું તેમ કહે તે પહેલા જ ફોન કટ કરી નાંખ્યો હતો. આ બાબતે તેમના મિત્ર એ જયંતિભાઈના સંબંધીઓને જાણ કરી પૂર્ણા નદીના પુલ ઉપર આવ્યા હતા. જ્યાં તેમની એક્ટિવા મળી આવી હતી.

આ બાબતે રાત્રિના સમયે નવસારી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરકર્મીઓએ મંગળવારે પૂર્ણા નદીમાં શોધખોળ હાથ ધરતા મોડી સાંજે મછાડ ગામ પાસેથી જયંતિભાઈની લાશ મળી આવી હતી. આ બાબતે ગ્રામ્ય પોલીસમાં જાણ કરતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...