દિવ્યાંગ બાળકો તેમનામાં રહેલી ખેલક્ષમતા, પ્રતિભા અને સુષુપ્ત શક્તિઓ બહાર લાવી શકે તે હેતુથી રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ-2021 અંતર્ગત રાજ્યકક્ષાની ચેસ, વોલીબોલ તથા એથ્લેટીક્સ સ્પર્ધા અમદાવાદમાં યોજાઈ હતી. અમદાવાદમાં યોજાયેલી ચેસ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની મૂકબધિર બાળકોની સંસ્થાના 350 દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં સ્વ. મહેશભાઈ કોઠારીની સંસ્થા માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત પ્ર.સ.કોઠારી બહેરા-મૂંગા વિવિધલક્ષી વિદ્યાલય અને મ.સ.કોઠારી મૂકબધિર મા. અને ઉ.મા. શાળા વિજલપોર, નવસારીના 13 બાળકોએ ભાગ લઈ 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતમાંથી 44 ટીમે ભાગ લીધો હતો.
જેમાં પ્ર.સ. કોઠારી બહેરા-મૂંગા વિવિધલક્ષી વિદ્યાલયના બાળકોએ 16 વર્ષથી નીચેની વયમાં બહેનોએ દ્વિતીય ક્રમ (સિલ્વર), 16 વર્ષથી ઉપરની વયમાં બહેનોએ દ્વિતીય ક્રમ (સિલ્વર) તથા 16 વર્ષથી નીચેની વયમાં ભાઈઓની ટીમે તૃતીય ક્રમ (બ્રોન્ઝ) મળી 27 મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત 100, 200, 400, 800 મીટર દોડ, 4x100 રિલે દોડ, લાંબીકૂદ, ઊંચીકૂદ, ગોળાફેંક તથા બચ્છીફેંક જેવી એથ્લેટીક્સ સ્પર્ધામાં અમદાવાદ સી.જી.અમીન હાઈસ્કૂલમાં યોજાઈ હતી.
આ સ્પર્ધામાં 1475 મૂકબધિર બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્ર.સ.કોઠારી બહેરા-મૂંગા વિવિધલક્ષી વિદ્યાલયના 49 બાળકોએ ભાગ લઈ 17 ગોલ્ડ, 15 સિલ્વર તથા 9 બ્રોન્ઝ મળી કુલ 41 મેડલ મેળવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.