વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જનજનને જોડી તંદુરસ્ત અને સુપોષિત ગુજરાતના નિર્માણ માટે ગુજરાત સરકારે ગુજરાત પોષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી ખાતે " કુપોષણ મુક્ત નવસારી " અંગેની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં કુપોષિત બાળકોને ગુણવત્તાયુકત પૌષ્ટિક આહાર મળે અને છેવાડાના તમામ બાળકોને ફરી એકવાર ભગીરથ પ્રયાસથી કુપોષણ મુકત નવસારી બનાવવા અનુરોધ કર્યો હતો. કુપોષણ મુકત બનાવવાના અભિયાનમાં એન.જી.ઓ., આંગણવાડી વર્કરો, ગામ આગેવાનોના સહયોગ લેવા જણાવ્યું હતું. રેડ ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતુ. કુપોષણમુક્ત નવસારી કાર્યક્રમનો મુખ્ય હેતુ રેડ ઝોન વાળા બાળકો ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી કરવાનો છે. આ માટે જિલ્લાના તમામ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. જયાં રેડ ઝોનમાં બાળકો છે તે ગામમાં પોષણમિત્ર અને આંગણવાડી કાર્યકરની મદદથી બાળકોની વિશેષ કાળજી રાખવા કામગીરી હાથ ધરાશે.
જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાને કુપોષણ મુકત બનાવવા આખુ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગશે. તમામ અધિકારીઓને કુપોષણ મુકત નવસારી જિલ્લા અભિયાન માટે જનઆંદોલનરૂપે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ અને વહીવટી તંત્ર એ સંયુક્ત પ્રયાસ રૂપે જિલ્લાના તમામ ઉપોષિત બાળકો માટે પોષણયુક્ત આહાર ની કીટ બનાવીને જે તે ગ્રામ્ય વિસ્તારોમાં વહેંચણી કરતા રેડ અને યેલો ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં લાવવામાં વહીવટી તંત્રને સફળતા મળી હતી ત્યારે હવે ફરીવાર અભિયાન ની વેગીલુ બનાવવા માટે તંત્ર સજ બન્યું છે. આ અવસરે અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ, અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.