તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ બ્લડ ડોનર ડે:નવસારીની ડી.ડી. ગર્લ્સ હાઈસ્કૂલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, 30 જેટલી રક્ત બોટલ ભેગી થઈ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન કાર્યક્રમનું આયોજન થયું

વર્લ્ડ બ્લડ ડોનર ડેની યાદમાં આજે નવસારીની ડી.ડી. ગર્લ્સ હાઈસ્કૂલમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાને આંગળી પકડી રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં 30 જેટલી રક્ત બોટલ ભેગી થઈ હતી. સાથે રક્તદાન કરનાર દાતાઓને ચકલીનો માળો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટીના પ્રમુખ ટ્રસ્ટીઓ અને અન્ય સહકયોગી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

વિવિધ ઘટકો છૂટા પાડીને 30,000 બેગ રક્તદાતાઓ માટે તૈયાર કરાય છે

દર વર્ષે 14મી જૂનના દિવસે વર્લ્ડ બ્લડ ડોનર ડે ઉજવવામાં આવે છે. આ દિવસ 1930માં નોબેલ પારિતોષિક વિજેતા બનનાર કાર્લ લેન્ડસ્ટેઇનરના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે વિશ્વમાં ઉજવવાની શરૂઆત વર્ષોથી થઇ છે. જેમાં નવસારી રેડક્રોસની સ્થાપના 1975માં કરવામાં આવી હતી. નવસારી જિલ્લા રેડ ક્રોસ સોસાયટી 15,000 જેટલી રક્તદાન થકી બેગ મેળવે છે. અને તેમાંથી વિવિધ ઘટકો છૂટા પાડીને 30,000 બેગ રક્તદાતાઓ માટે તૈયાર કરવામાં આવે છે. આ સમગ્ર બ્લડ સ્ટોરેજનું મોનીટરીંગ ગાંધીનગર દ્વારા થતું રહે છે.

એક રક્તની બોટલ પાછળ એક હજાર જેટલો ખર્ચો આવે છે

તેમજ જરૂરિયાત મંદ અથવા નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ માટે 50 ટકા અથવા નિ:શુલ્ક રીતે રક્ત ઉપલબ્ધ કરાવાય છે. દરરોજ 50થી 60 જેટલી બોટલ સિવિલમાં 200 રૂપિયાના નજીવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રેડ ક્રોસ સોસાયટીને એક રક્તની બોટલ પાછળ એક હજાર જેટલો ખર્ચો આવે છે. જે રેડક્રોસ સોસાયટી અગિયારસો રૂપિયામાં એક રક્તની બોટલ પાછળ વસૂલ કરે છે.

અન્ય સમાચારો પણ છે...