નવસારી જિલ્લામાં તસ્કરો પોલીસને પડકારરૂપ બન્યા છે રાત્રિના અંધારામાં તો ઠીક પરંતુ દિવસના અજવાળામાં પણ ચોરો પોતાની કળા કરવાથી બાઝ નથી. આવતા નવસારી જિલ્લા પોલીસવાડાની કચેરીથી થોડે દુર આવેલા લુંસીકુઇ પુષ્પક એપાર્ટમેન્ટમાં ગઈકાલે દિવસના અજવાળામાં ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં NRI ના ફ્લેટ ના દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશી તસ્કરોએ સોના ચાંદી અને રોકડની ચોરી કરી છે હાલ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
પુષ્પક એપાર્ટમેન્ટના બીજા માળે મકાન નંબર 202માં રહેતા દિલીપ દેસાઈ મૂળ NRI છે ત્યારે તેઓ ગઈકાલે બપોરે ખરીદી કરવા માટે ચીખલી ગયા હતા જેનો લાભ ઉઠાવી તસ્કરો એ ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં મુકેલા સોના ચાંદી અને એક લાખ રોકડ સહિત કુલ ત્રણ લાખની ચોરી થયાનો અંદાજ પરિવાર સેવી રહ્યો છે. તસ્કરો કીમતીસર સામાન સાથે જ NRI પરિવારનો અમેરિકન પાસપોર્ટ પણ સાથે લઈ ગયા છે જે પરિવાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
ચોરીની જાણ નવસારી ટાઉન પોલીસને કરી દેવામાં આવી છે પરંતુ હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. પોલીસ આ મામલે જીણવટ ભરી તપાસ કરીને FIR કરી શકે છે. આ સમગ્ર ચોરીની ઘટના ચોકાવનારી છે કેમકે ટ્રાફિકથી ધમધમતા લુંસીકુઈ વિસ્તાર શહેરનો હાર્દ અને પોસ વિસ્તાર છે. અહીંથી થોડે દુર SP કચેરી આવેલી છે, છતાંય ચોરો બિન્દાસ્ત પણે દિવસના ઉજાસમાં બેખોફ બની ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે પોલીસે આ મામલે પોતાનું ટેકનિકલ સર્વેલાન્સ અને બાતમીદારોનું નેટવર્ક કામે લગાડી ચોરોને ઝડપી પાડી એ સમયની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.