તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર:ડાંગની બહેનો મીણબત્તી બનાવીને બની આત્મનિર્ભર, નવસારીના દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની વસ્તુ બનાવવાની ટ્રેનિંગ અપાઇ રહી છે

નવસારી7 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં ઘણા લોકોના રોજગાર છીનવાઇ ગયા છે. નવસારી અને ડાંગ વિસ્તારની બહેનો આત્મનિર્ભર બનવા પોતાના પગલાં માંડી રહી છે. પોતાના પતિની આવક બંધ થઇ જતા અથવા ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવાનો વિચાર કરીને બહેનો પગભર થવા આગળ વધી રહી છે. આવી બહેનો ઘરકામની સાથે બાકી રહેલા સમયમાં કામગીરી કરીને સારી કમાણી કરી શકે તેવા ઉદ્દેશથી નવસારીનું દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમને વિવિધ પ્રકારની વસ્તુ બનાવવાની ટ્રેનિંગ આપે છે. નક્કી કરેલા સમયમાં આદિવાસી બહેનોને ટ્રેનિંગ આપી આત્મનિર્ભર બનાવવાની કામગીરી દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરી રહ્યું છે.

નવસારીનું દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ બાળકો અને મહિલાઓ માટે ખાસ કરીને કામ કરતી સંસ્થા છે. હાલમાં તહેવારોના ટાણે દેસાઈ ફાઉન્ડેશન વિવિધ ગામોમાં જઇ મીણબત્તી બનાવવાની કામગીરી કરી રહી છે. ત્રણ દિવસના લર્નિંગ ક્લાસિસમાં બહેનોને સાદી હોય કે પછી ફેન્સિ દરેક પ્રકારની મીણબત્તી બનાવવાનું શીખવાડાય છે. ટ્રેનિંગ બાદ મહિલાઓ જાતે જ મીણબત્તી બનાવીને પોતાના સ્થાનિક વિસ્તારોમાં વેચાણ કરતી હોય છે. આ સાથે જ ખાસ વાત એ પણ છે કે, ગ્રાહકને જે પ્રકારની મીણબત્તી જોઇતી હોય તે પ્રકારે મીણબત્તીઓ બનાવી આપે છે. દર વર્ષે નવરાત્રિ, દિવાળી અને નાતાલના સમયગાળામાં મીણબત્તીની ખૂબ જ માંગ રહે છે.

આ સાથે જ દેસાઇ ફાઉન્ડેશન દ્વારા પણ તેમને મોટી-મોટી કંપનીના ઓર્ડર પણ આપવામાં આવે છે. જેથી કરીને તહેવારોના સમયમાં તેમને નાણાકીય ભીડથી રાહત મળી રહે છે. ગામડાની મહિલાઓ આવી ખાસ પ્રકારની કામગીરી કરીને આર્થિક પગભર બની રહી છે. તેના મનમાં એક ઉદ્યોગ સાહસિક મહિલા તરીકે કાર્ય કરવા માટે બીજ રોપવાનું કાર્ય દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરી રહ્યું છે. આ મહિલાઓ દિવાળીના સમયમાં મીણબત્તી બનાવી વધુમાં વધુ રોજગારી મેળવે તેવો પૂરતો સહયોગ પણ આપે છે. સરકાર દ્વારા પણ હાલના તબક્કે લોકોને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરાઇ રહ્યો છે ત્યારે નવસારીનું દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ આ કામગીરીને નવસારી ડાંગ વિસ્તારમાં બખૂબી નિભાવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો