ખેડૂતોની ચિંતા વધી:જિલ્લામાં 10 હજાર હેક્ટર ડાંગરના પાક પર તોળાતો ખતરો

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉભું થતા અસર
  • વાંસદા અને ખેરગામમાં ડાંગરનો પાક ઉભો હોય સૌથી વધુ અસર થવાની શક્યતા, બુધવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોની ચિંતા વધી

નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલમાં અરબી સમુદ્રમાં ઉભુ થયેલું લો પ્રેશરને કારણે વરસાદ પડવાની શક્યતા હોય શિયાળુ પાકને ખાસ નુકસાન થશે નહીં પરંતુ હાલમાં વાંસદા પંથકમાં ડાંગરની કાપણી થઈ રહી છે જેના કારણે વરસાદને લીધે તેને નુકસાન થવાની ભીતિ કૃષિવિદોએ વ્યક્ત કરી છે. જોકે વરસાદનું પ્રમાણ વધુ હોય અને નવું વાવેતર કરવામાં આવે તો ખેતરમાં પાણી ભરાવાથી પાકનો ઉગાવો થઈ નહીં શકે તેવી માહિતી મળી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ તજજ્ઞોએ વિવિધ પાકો માટે હાલના સંજોગોમાં શું માવજત કરવી તેની સલાહ પણ આપી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉભું થતા રાજ્યમાં કમોમસી માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હાલમાં શિયાળાની શરૂઆત સાથે જ કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 18-19 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા કમોસમી વરસાદ પડશે. જેને પરિણામે નવસારી જિલ્લામાં પણ શિયાળુ પાકને વધુ વરસાદ પડે તો નુકસાન થઈ શકે તેમ કૃષિવિદોએ કરી હતી.

જેમાં ડાંગરની કાપણી હજુ પણ વાંસદા પંથકમાં ચાલી હોય વરસાદ પડશે તો ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ હોય તેઓ હાલની હવામાનની પરિસ્થિતિ મુજબ, આગામી દિવસોમાં હળવો વરસાદ થવાની સંભાવના હોવાથી જો વરસાદ આવે તો ડાંગરની કાપણી કરેલ પાકને ઢાંકીને કે ગોડાઉનમાં રાખવાની માહિતી ભારતીય મોસમ વિભાગે આપી હતી.

19 થી 21 નવેમ્બર દરમિયાન એકથી અડધો ઇંચ વરસાદની આગાહી કરાઇ
ભારતીય મોસમ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ 19થી 21 નવેમ્બર દરમિયાન અડધાથી એક ઇંચ જેટલો વરસાદ અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે થઈ શકે. પાંચ દિવસ આકાશમાં વાતાવરણ વાદળછાયુ રહેશે. હળવા વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન 29 થી 34 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ 39 ટકાથી 87 ટકા રહેવાની સંભાવના છે. પવન પણ પ્રતિ કલાકે 6થી 14 કિમીની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફ ફૂંકાવાની સંભાવના છે.

છૂટોછવાયો વરસાદ પડે તો ખેતીમાં વધુ નુકસાન નહીં થાય
હાલમાં વાદળછાયા વાતાવરણના કારણે શિયાળુ પાકનું વાવેતર હજુ શરૂ થયું નહીં હોય વરસાદ પડે તો નુકસાન નહીં થાય પરંતુ હાલ વાંસદા તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં ડાંગરની કાપણી ચાલુ હોય વરસાદ પડે તો ડાંગર પલળી જવાથી નુકસાન થઈ શકે છે. હાલમાં શિયાળુ પાકો ચણા, મકાઈ જેવા પાકનું વાવેતર થયું નહીં હોય નુકસાન નહિંવત છે. શેરડીના પાકને વરસાદ ઝાઝુ નુકસાન કરી નહીં શકે પણ વરસાદ વધુ પડે તો ખેતરમાં પાણી ભરાઈ જવાથી નવા પાકનો ઉગાવો થઈ નહીં શકે. છૂટોછવાયો વરસાદ વધુ નુકસાન કરી શકે નહીં. > ડો. અતુલ ગજેરા, અધિકારી, જિ.પં. ખેતીવાડી વિભાગ

કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા ખેડૂતોને િવવિધ પાકના રક્ષણ માટે આપવામાં આવેલુ માર્ગદર્શન
કૃષિવિદોએ ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું છે કે, વરસાદની સંભાવના નહીં હોય ત્યારે ડાંગરની કાપણી કરવી, કાપણી કર્યા બાદ સૂર્ય તાપમાં સુકવી દાણા છુટા પાડવા અને દાણાનો ભેજ ઓછો નહીં થાય ત્યાં સુધી તપાવી સંગ્રહ કરવો, કાપણી બાદ તુરંત જમીન ખેડી રવિપાક માટે તૈયારી કરવી.

શેરડી પાક માટે શેરડીની નીચેની સૂકી પાતરી 6 થી 8 માસમાં ખેરવવી, નવી રોપણી માટે યોગ્ય ભેજની પરિસ્થિતિમાં જમીન તૈયાર કરવી, નવી રોપની ઓક્ટોબર-ફેબ્રુઆરી માસ દરમિયાન કરવી, ખેડ વખતે વર્મી કમ્પોઝ ખાતર જમીનમાં ભેળવવું. એજ રીતે શિયાળુ કઠોળ, ભીંડા, શાકભાજી, રીંગણ, ટામેટા, મરચા, ચોળી, વેલાવાળા શાકભાજી પાકો, સુરણ, રતાળું, શક્કરીયા, આંબા-ચીકુ માટે વરસાદને પગલે કઈ-કઈ સાવધાની રાખવી તે માટે ઓનલાઇન સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

ફિશરીઝ માટે પણ આવશ્યક માર્ગદર્શિકા
મીઠા પાણીમાં જિંગા ઉત્પાદન કરનારા ખેડૂતો માટે આ સમયગાળા દરમિયાન પૂરતી માત્રામાં ખોરાક આપવાનો આ વાતાવરણ માછલી, જિંગા માટે અનુકૂળ છે. તળાવમાં પાણીનું લેવલ જાળવવું અને વધુ વરસાદ આવે ત્યારે તળાવના આઉટલેટ થોડી માત્રામાં ખોલવા તેથી પાણીનું લેવલ જળવાયેલું રહે. તળાવના તળિયાનું અને સપાટીનું તાપમાન સરભર કરાવવા એટરેટર અથવા પમ્પ ચલાવવા તાકીદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...