નદીમાં ન્હાવા જતા મોત મળ્યું:ગણદેવીમાં મજૂરી અર્થે આવેલા ડાંગના મજૂરનું અંબિકા નદીમાં ડુબી જતા મોત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરમીથી મુક્તિ મેળવવા અંબિકા નદીમાં ન્હાવા પડ્યા હતા જ્યા પગ લપસતા તેઓ ડૂબી ગયા હતા
  • સમગ્ર મામલે ગણદેવી પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

ડાંગ જિલ્લામાંથી ગણદેવીમાં ચીકુ પાડવાની મજૂરી કરવા આવેલા મજૂર નોકરી જવાને બદલે અંબિકા નદીમાં ન્હાવા જતા અકસ્માતે તેનો પગ લપસ્યો હતો. જેથી તે ડુબી જતા તેનું મોત થયું હતું.મૂળ ડાંગના રહેવાસી 52 વર્ષીય સોન્યા સામેરા ચીકુ પાડવાની મજૂરી કરવા માટે દર વર્ષે ગણદેવી તાલુકામાં આવતા હોય છે. ત્યારે આ વખતે તેઓ ગડત વિસ્તારમાં પડાવ નાખીને આશરે 25 લોકો રહેતા હતા. નિયમિત ચીકુ પાડવાની મજૂરીએ તમામ લોકો જતા હતા. પરંતુ ગઈકાલે બપોરે બે વાગ્યે સોન્યાં સુમેરાને ગરમીથી મુક્તિ મેળવવાની ઇચ્છા થતાં તેઓ અંબિકા નદીમાં ન્હાવા પડ્યા હતા. જોકે, નદીના ઉંડાણમાં જતા અકસ્માતે તેમનો પગ લપસતા તેઓ ડૂબી ગયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં ગણદેવી, બીલીમોરા ફાયરની ટીમને જાણ કરી હતી અને મામલે યુવકની શોધખોળ કરી હતી. ત્યારે 24 કલાક બાદ સોન્યાં સુમેરાની લાશ મળી આવી હતી. આ સમગ્ર મામલે ગણદેવી પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...