તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:ડાંગ જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું 368 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

ડાંગ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4 શબવાહિનીની ગ્રાંટ પરત જતા સભ્યએ નારાજગી વ્યકત કરી

ડાંગ જિલ્લા પંચાયતની મળેલ સામન્ય સભામાં વર્ષ 2021-22નું 368 કરોડ 29 લાખ 98 હજાર) નું વિકાસ લક્ષી અંદાજ પત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે. સામન્ય સભામાં ગત બજેટમાં મંજૂર 4 સબવાહિની ની ગ્રાન્ટ પરત જતા આરોગ્ય અધિકારી સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીત કોરોના સંક્રમિત હોય તેમની ગેરહાજરીમાં ઉપપ્રમુખ નિર્મળાબેન જગ્યાભાઈ ગામીતનાં ના અધ્યક્ષ સ્થાને સામન્ય સભા મળી હતી, જેમાં 2020 નું સુધારેલ અને 2021-22નું રૂપિયા 368,29,98,991 નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ, ખેતી અને પશુપાલન, આરોગ્ય તેમજ બાંધકામ ના વિકાસ લક્ષી કામો આવરી લેવામાં આવ્યા છે. 90 % ડુંગરાળ અને વનાચ્છાદી પ્રદેશ એવા ડાંગ જિલ્લાને કરવેરા કે ખનીજ ઉત્પાદન ની કોઈ આવક નથી છતાં જિલ્લાનું સ્વંભાંડોળ રૂપિયા 21,20,72,591 છે જ્યારે સરકારી આવક રૂપિયા 327,72,60,400 મળી 368,29,98991 રૂપિયાની બજેટ મંજુર કરવામાં આવ્યું છે.

સામાન્ય સભામાં ગત બજેટમાં મંજુર કરેલ 3 તાલુકા માટેની 4 શબવાહિની ની ગ્રાન્ટ પરત જતા પંચાયતના સભ્ય હરીશ બચ્છાવે આરોગ્ય અધિકારી સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

ડાંગ જિલ્લા પંચાયતનું સને 2020-21નું સુધારેલ અને 2021-22નું વાર્ષિક અંદાજપત્ર ઇતિહાસમાં પ્રથમ વખત ઉપપ્રમુખની અધ્યક્ષતામાં સર્વાનુમતે મંજૂર કરાયું હતું. ડાંગ જિલ્લા પંચાયતનું સને 2021-22નું સુધારેલ બજેટમાં સ્વભંડોળ સદરેથી21,20,72,591 તથા સરકારી સદરેથી 327,72,60,400 મળી કુલ 368,29,98,991નું અંદાજપત્ર મંજૂર કરાયું હતું. ડાંગ જિલ્લા પંચાયતની બજેટ માટેની સામાન્ય સભા મંગળવારે જિલ્લા પંચાયત ભવનમાં ઉપપ્રમુખ નિર્મળાબેન ગામીતનાં અધ્યક્ષતામાં યોજાઈ હતી. ડાંગ જિલ્લા પંચાયતનાં બજેટની સામાન્ય સભામાં ડાંગ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ નિર્મળાબેન ગામીતની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લા પંચાયતનું સને 2020-2021નું સુધારેલ અને સને 2021-22નું વાર્ષિક અંદાજપત્ર જિલ્લા સદસ્યોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મંજૂર કર્યું હતું.

ડાંગ જિલ્લા પંચાયતનું સને 2021-22નાં સુધારેલ બજેટમાં સ્વભંડોળ સદરેથી 21,20,72,591 તથા સરકારી સદરેથી 327,72,60,400 મળી કુલ 368,29,98,991નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું હતું. ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સને 2020-21 અને 2021-22નાં અંદાજોમાં જિલ્લા પંચાયતનાં સ્વભંડોળ તેમજ સરકારી સદરેથી જિલ્લા પંચાયત વિકાસ ક્ષેત્રે (ત્રણ તાલુકા પંચાયત સહિત) ફાળવણીમાં સ્વભંડોળ સદરેથી 73.25 લાખ, જ્યારે સરકારી સદરેથી 3959 લાખનું આયોજન કર્યું છ, ખેતીવાડી ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી 21.65 લાખ, જ્યારે સરકારી સદરેથી 231.95 લાખ, પશુપાલન ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી 4.70 લાખ, જ્યારે સરકારી સદરેથી 340.014 લાખ, આરોગ્ય ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી 10.30 લાખ, જ્યારે સરકારી સદરેથી 1928.77 લાખ, બાંધકામ ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી 153.00 લાખ, જ્યારે સરકારી સદરેથી 9990.70 લાખ, સિંચાઈ ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી 20.00 લાખ, જ્યારે સરકારી સદરેથી 828.60 લાખ, શિક્ષણ ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી 50.51 લાખ, જ્યારે સરકારી સદરેથી 13853.50 લાખની જોગવાઈ કરી છે.

ડાંગ જિલ્લા બજેટની સામાન્ય સભામાં અધ્યક્ષ નિર્મળાબેન ગામીત, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી, જિલ્લા હિસાબી અધિકારી આર.બી.ચૌધરી સહિત જિલ્લા સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે દર વર્ષે ડાંગ જિલ્લા પંચાયતની બજેટ માટેની સામાન્ય સભા જિલ્લા પંચાયતનાં પ્રમુખનાં અધ્યક્ષસ્થાને લેવાય છે અને બજેટનાં અંદાજપત્રને મંજૂર કરાય છે તેવામાં ડાંગ જિલ્લા પંચાયતનાં નવનિયુક્ત પ્રમુખ મંગળભાઈ ગાવિતનો ગતરોજ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ મંગળવારે બજેટની સામાન્ય સભામાં હાજરી આપી શક્યા ન હતા. તેઓએ બજેટની સામાન્ય સભાનાં અધ્યક્ષ તરીકેનો ચાર્જ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ નિર્મળાબેન ગામીતને સોંપતા ઇતિહાસમાં પ્રથમ વખત ડાંગ જિલ્લા પંચાયતનું બજેટ ઉપપ્રમુખે સર્વાનુમતેથી મંજૂર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો