પદયાત્રા:આહવાથી સાપુતારા સુધી મોંઘવારી મુદ્દે ડાંગ જિલ્લા કોંગ્રેસની પદયાત્રા

આહવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘી દાળ, મોંઘુ તેલ સઘળો છે, ભાજપનો ખેલ સહિતના બેનરો દર્શાવાયા

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિની જન જાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજવામાં આવી હતી.ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન પદયાત્રા યોજવામાં આવી હતી. કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા આહવાનાં આંબાપાડા ચાર રસ્તાથી સાપુતારા ચાર રસ્તા સુધી રેલી સ્વરૂપે પદયાત્રા યોજી સરકાર સામે મોંઘવારી મુદ્દે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેલી દરમિયાન કોંગ્રેસનાં કાર્યકરોએ જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખુબ જ મોંઘી કરી આમ આદમીની કમ્મર તોડી નાખવામાં આવે તેવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી છે.

સરકાર દ્વારા ગેસના બાટલામાં, પેટ્રોલ-ડીઝલનાં ભાવવધારો કરી રહ્યા છે. આ સરકાર બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખાનગીકરણ કરીને લોકોને હેરાન કરી રહી છે, જેના વિરોધમાં આહવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પદયાત્રા સ્વરૂપે સૂત્રોચ્ચાર અને નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ રાકેશ પવાર, મહામંત્રી મુકેશ પટેલ, સૂર્યકાન્ત ગાવિત, મહિલા પ્રમુખ લતા ભોયે, રાજુ બાગુલ, તુષાર કામડી, વિનોદ ભોયે, શાલેમ પવાર, સી.પી.ગવળી, રોશનીબેન વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...