રજુઆત:પોલીસ કર્મીઓને ગ્રેડ પે અને અન્ય સુવિધા આપવા ડાંગ કોંગ્રેસનું આવેદન

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે અગાઉ ગુજરાતનાં વિવિધ કર્મચારી યુનિયનનાં દબાણથી જે તે કર્મચારીઓને ગ્રેડ પે તથા ભથ્થામાં સુધારા કરી આપવામાં આવ્યા છે. રાજયનાં તમામ કર્મચારીઓનાં મળવાપાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જોવાની સૌની જવાબદારી છે. જેથી ગુજરાત રાજયનાં પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં આ પત્ર ધ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ વિભાગનાં એસ.એસ.આઈ કેડર કોન્સ્ટેબલનાં ગ્રેડ-પે ખુબ જ ઓછા છે. હાલમાં 4200, 3600, 2800નો સૌથી ઓછો ગ્રેડ- પે આપવામાં આવે છે.

જેથી ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે, સાથે ગુજરાત પોલીસનાં તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં પણ તાત્કાલીક વધારો કરવામાં આવે તેમજ ગુજરાત પોલીસનાં તમામ કર્મચારીઓનાં ફરજનો સમય નકકી કરવામાં આવે તથા તેમને વિવિધ ઋતુ મુજબ સુરક્ષાનાં સાધનો આપવામાં આવે. હાલ ગુજરાતનાં તમામ વિભાગોમાં થતા શોષણ સામે લડવા વિવિધ યુનિયનો બનાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો મુળભુત અધિકારી સત્વરે આપવામાં આવે તેવી માંગણી સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...