તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Dandi Yatra Will Enter Navsari District From Wada Village Today; Naitik Desai Of Kadoli Village Has Joined The Journey From Sabarmati Ashram To Dandi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીયાત્રાનું 91મું વર્ષ:દાંડીયાત્રા આજે વાડા ગામેથી નવસારી જિલ્લામાં પ્રવેશ કરશે; કડોલી ગામનો નૈતિક દેસાઇ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં જોડાયો છે

નવસારી16 દિવસ પહેલા
 • કૉપી લિંક

દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચએ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. 12 માર્ચ થી 6 એપ્રિલ 1930 દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના 79 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી. 24 દિવસ સુધી પ્રતિદિન 10 માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. 6 એપ્રિલના રોજ સવારે 6.30 કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા.

હાલમાં દાંડીકૂચનું 91મું વર્ષ ઉજવાઇ રહ્યું છે, જેમાં ફરીથી સાબરમતી આશ્રમથી દાંડી સુધી નીકળેલી યાત્રા આવતીકાલે 3 એપ્રિલે વાડા ગામેથી નવસારી જિલ્લામાં પ્રવેશ કરશે. આ દાંડીયાત્રામાં નવસારીના કડોલી ગામનો નૈતિક દેસાઇ પણ જોડાયો છે. ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચને અનુભવવા માટે નૈતિકે પણ સાબરમતી આશ્રમથી યાત્રા શરૂ કરીને ચાલતા દાંડી સુધી આવી દાંડીકૂચના વીરોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માગે છે. ગાંધીજીની યાત્રામાં યાત્રા જે સ્થળેથી આવી હતી અને જે જગ્યાએ રોકાણ કર્યું હતું તે દરેક જગ્યાએ પહોંચીને યાત્રામાં જોડાયેલા લોકો શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યાં છે. આ યાત્રાનો દરેક જગ્યાએ આવકાર અને સ્વાગત કરીને તેમની હિંમતને વધારી રહ્યાં છે.

નૈતિકના અતુટ આત્મવિશ્વાસ અને ગાંધીજી પ્રત્યેના માનને કારણે તેને આજે દાંડીયાત્રા-2 માટે પ્રેરણા મળી છે. જેમ ગાંધીજીની યાત્રામાં મોટી સંખ્યામાં યુવાવર્ગ જોડાયો હતો, તેવી જ રીતે હાલમાં પણ આ યુવાવર્ગે આગળ આવીને દાંડીયાત્રાનો ભાગ બન્યા છે.

મને ગર્વ છે કે હું દાંડી યાત્રાનો ભાગ બન્યો
ગાંધીજીની ઐતિહાસિક દાંડી યાત્રાને કારણે જ દેશમાં આઝાદીની ચળવળ તીવ્ર બની હતી. 24 દિવસની તેમની યાત્રાને અનુભવવા હું આ યાત્રાનો ભાગ બન્યો છું અને મને એ વાતનો પણ ગર્વ છે. - નૈતિક દેસાઇ, રહેવાસી, કડોલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો