તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Dandi Yatra Started From Navsari From Lunsikui Ground Towards Dandi, The Train Coming To The Railway Gate Was Stopped For Half An Hour

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રયાણ:દાંડી યાત્રા નવસારીથી લુન્સીકુઈ મેદાનથી નીકળી દાંડી તરફ પ્રયાણ થઈ, રસ્તામાં રેલવે ફાટક આવતા ટ્રેનને અડધો કલાક રોકવામાં આવી

નવસારી7 દિવસ પહેલા
 • વિજલપુરના રેલવે ફાટક પાસેથી પસાર થતી દાંડી યાત્રા સમયે ટ્રેનને અડધો કલાક માટે રોકવામાં આવી આવતીકાલે ગાંધીનગરથી આવેલા સચિવ અને અગ્ર સચિવ પદયાત્રામાં જોડાશે

નમક સત્યાગ્રહના 91 વર્ષ અને આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતીથી દાંડી યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં યાત્રા નવસારી જિલ્લામાં આવી પહોંચતા બીજા દિવસે વહેલી સવારે લુન્સીકુઈ મેદાનથી એરુ ચાર રસ્તા તરફ પ્રયાણ થઈ હતી.

જેમાં શહેરમાં આવતા વિવિધ પોઇન્ટ અને સર્કલ જેવા કે સુશ્રુષા હોસ્પિટલ સર્કલ, શિવાજી ચોક, વિજલપુર રેલવે ફાટક સહિત એરુ ચાર રસ્તા પર આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અને લોકોએ દાંડી યાત્રિકો પર પુષ્પવર્ષા કરી હતી. સાથેજ આ યાત્રામાં ભાજપ સંગઠનના આગેવાનો પણ જોડાયા હતા.

યાત્રા એરૂ ચારરસ્તાથી આગળ વધી દાંડી તરફ પોતાની મૂળ મંજિલ અને કાર્યક્રમના સમાપન પથ તરફ આગળ વધી હતી.નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાંથી રેલવે ફાટક કે જ્યાંથી બાપુએ દાંડીયાત્રા તરફ પ્રયાણ કર્યું હતું. તે રૂટ પરથી હાલની સાબરમતીથી દાંડી યાત્રા પસાર થતી હતી. તે સમયે રેલવેના ડીવીઝનલ મેનેજર સહિત રેલવેનો સ્ટાફ વિજલપોર રેલવે ફાટક પર દાંડી યાત્રાનું સ્વાગત કરવા માટે હાજર હતા. તે સમયે ડાઉન લાઈન તરફથી આવતી એક ટ્રેનને અડધો કલાક માટે રોકવામાં આવી હતી.સામાન્ય રીતે ઇન્ડિયન રેલવેનો વ્યવહાર કોઇ આકસ્મિક કારણ લીધે રોકવામાં આવે છે. પણ આજે નવસારીમાં દાંડીયાત્રાને કારણે મુંબઈથી અમદાવાદ તરફ જતી એક ટ્રેનને ઇમર્જન્સી માટે વપરાતા લાલ ઝંડી બતાવીને દાંડીયાત્રાનો કાફલો પસાર થાય ત્યાં સુધી તેને ફરજિયાત થોભવુ પડ્યું હતું.

તેમજ આજે પેથાન ગામમાં બપોરનું જમણ અને યાત્રિકો આરામ કરશે. બપોર બાદ રાબેતા મુજબ કાર્યક્રમ શરૂ રહેશે. પણ યાત્રા આવતી કાલે પુર્ણાહુતી પામશે. જેમાં આવતીકાલે ગાંધીનગરથી આવેલા સચિવ અને અગ્ર સચિવ પદયાત્રામાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો