તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Dandi Yatra From Sabarmati Will Enter Navsari District Tomorrow, In Which A Meeting Will Be Organized With Various Cultural Programs.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીયાત્રા:સાબરમતીથી દાંડી યાત્રા આવતીકાલે નવસારી જિલ્લામાં પ્રવેશ કરશે, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સભાનું આયોજન કરવામાં આવશે

નવસારી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગરના 70થી વધુ ડેલિગેશન સહિત 81 પદયાત્રિકો આવશે

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે અમદાવાદથી 12 મી માર્ચે પ્રારંભ થયેલી દાંડીયાત્રા ત્રીજી એપ્રિલના રોજ નવસારી ખાતે આવી પહોંચશે. જેનું નવસારીના નગરજનો ઉમળકાભેર સ્વાગત કરશે. સાથે જ સાંજે લુંસીકુઈ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં દાંડી યાત્રિકો કાર્યક્રમમાં હાજર રહેશે.

જવાહર ચાવડા કરાડીથી મટવાડ પદયાત્રિઓ સાથે પગપાળા રવાના થશે

નવસારી જિલ્લાના ધામણ ગામથી સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંગ તમગ પણ આ દાંડી યાત્રામાં પગપાળા ચાલીને નવસારી શહેર સુધી આવશે. આ યાત્રામાં ગાંધીનગરના 70થી વધુ ડેલિગેશન સહિત 81 પદયાત્રિકો સહિત અધિકારી, રાજકારણી મળી 200 લોકો નવસારી શહેરમાં પ્રવેશ કરશે. દાંડયાત્રા શિવાજી ચોક (વિજલપોર), એરૂ ચાર રસ્તા, એથાણ, નાની પેથાણ પ્રાથમિક શાળા, કોથમડી, કરાડી ગાંધી સ્મૃતિ મંદિર, શહીદ સ્મારક મટવાડ, સરકારી પોલિટેકનિક મટવાડ ખાતે આવી પહોંચશે. રાજ્યના પ્રવાસ અને મત્સ્ય વિભાગના મંત્રી જવાહર ચાવડા કરાડીથી મટવાડ પદયાત્રિઓ સાથે પગપાળા રવાના થશે. તેમજ સાંજે સરકારી પોલિટેકનિક મટવાડ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો