તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિટ્ટી સત્યાગ્રહ:કૃષિ આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના દિલ્હીમાં બનનારા સ્મારક માટે દાંડીથી માટી મોકલાશે

નવસારીએક મહિનો પહેલા
 • અલગ અલગ શહેરોમાં માટી એકત્ર કરવામા આવી રહી છે

કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબ હરિયાણા તથા અન્ય રાજ્યના ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે જેમાં ઘણા ખેડૂતોએ આંદોલન દરમિયાન જીવ પણ ગુમાવ્યો છે અને તેમની યાદમાં કિસાન સ્મારક બનવવા માટે નમક સત્યાગ્રહના સાક્ષી એવા દાંડી માંથી એક મુઠ્ઠી માટી ઉપાડી ને દક્ષિણ ગુજરાતમાંથી આંદોલનના શ્રીગણેશ થયા છે.

કિસાન સ્મારક બનશે

કૃષિ કાયદાના વિરોધમાં મોતને ભેટનાર ખેડૂતોની યાદમાં ખેડૂત સંગઠન દિલ્હીમાં કિસાન શહીદ સ્મારક બનાવશે. જે માટે તેઓ દેશના લોકપ્રિય સ્થળો અને ગામડાઓ માથી માટી લઈ રહ્યા છે જે પૈકી નવસારી જિલ્લા માંથી 25,સુરત 70 ગામડાઓની માટી લેવામાં આવી છે,અંગ્રેજોના શાસન સામે બંડ પોકારી જે રીતે સવિનય કાનૂન ભંગ થયો હતો તે રીતે કૃષિ કાયદાને રદ કરવા માટે નમક સત્યાગ્રહના સાક્ષી એવા દાંડી માંથી પણ ખેડૂતોએ મુઠ્ઠી માટી ઉપાડીને સરકારની નીતિનો વિરોધ કર્યો છે

મુંબઈથી યોજાઈ દાંડીયાત્રા

મુંબઈની હમ ભારત કે લોગ નામની એનજીઓ સાથે જોડાયેલા સભ્ય ફિરોઝ મીઠીબોર વાળા સત્યાગ્રહ સમિતિમાં જોડાઈને કિસાન આંદોલન ને ટેકો આપ્યો છે જે પૈકી મુંબઈ થી 15 સભ્યો દાંડી આવીને મિટ્ટી સત્યાગ્રહમાં જોડાઈને દાંડીની માટી દિલ્હી લઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો