તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પૅક્ટ:તીઘરામાં બગડેલી મોટર રિપેર, પાણી મળતાં રાહત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા કાર્યવાહી

નવસારી વોર્ડ નંબર-13મા સમાવિષ્ટ તીઘરા ગામે 10 દિવસથી મોટર બગડી જતા લોકોએ કૂવાનો સહારો લેવા પડ્યો હતો. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં 3જી જુલાઈએ પ્રસિદ્ધ થતા ગણતરીના કલાકોમાં પાલિકા દ્વારા મોટર રિપેરીંગ કરાવી પાણી અપાયું હતું.

નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નં.13માં સમાવિષ્ટ તીઘરા ગામે છેલ્લા 10 દિવસથી પાણીની મોટર બગડી ગઈ હતી. સ્થાનિકોએ પાલિકામાં તેની જાણ કરતા 3 દિવસ અગાઉ પાલિકાના માણસો મોટર લઈ ગયા હતા. મોટર રિપેર થઈને નહીં આવતા આ વિસ્તારના લોકોએ પાણી માટે કૂવાનો સહારો લેવાની નોબત આવી હતી. લોકો આ કૂવામાંથી ખેંચીની મેળવી રહ્યાનો અહેવાલ 3 જુલાઈએ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા નવસારી- વિજલપોર નગરપાલિકા દ્વારા એ જ દિવસે મોટર રિપેરીંગ કરાવી મુકી ગયા હતા અને મોટર વાટે પાણી આપવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં નળ વાટે પાણી શરૂ થતાં સ્થાનિક બહેનોએ દિવ્ય ભાસ્કરનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...