તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂત શિબિરનું આયોજન:ચીકુના પાકમાં નુકસાન- નિયંત્રણ માટે ફળમાખીના ટ્રેપ લગાવો : કુલપતિ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવના ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના તથા NAHEP CAAST પ્રોજેકટ અંતર્ગત ફૂડ કવોલીટી ટેસ્ટીંગ યુનિટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુકત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના મુખ્ય બાગાયતી પાકો આંબા—ચીક તેમજ શાકભાજીમાં નુકશાન કરતી અને ગુણવત્તા પર માઠી અસર પહોંચાડતી ફળમાખી જીવાતના નિયંત્રણ માટેની ખેડૂત શિબિરનું આયોજન નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક અને નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. સી.કે.ટીંબડીયાએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરીને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ વિસ્તરણ પ્રવૃતિની છણાવટ કરી હતી. આ શિબિરના અધ્યક્ષસ્થાનેથી કુલપતિ ડો. ઝેડ.પી.પટેલે ફળમાખીની વિવિધ જાતો અને તેનો આંબા-ચીકુના પાકમાં થતાં નુકસાન તથા તેના નિયંત્રણ માટેના સામૂહિક ધોરણે ફળમાખીના ટ્રેપ લગાવવા ખેડૂતોને આહવાન કર્યુ હતું.

વધુમાં તેઓએ જણાવ્યું કે આજથી લગભગ 40 વર્ષ પહેલાં તેઓ જાતે ગણદેવી વિસ્તારના ફળમાખી જીવાતના ઉપદ્રવ પર સંશોધનનું કામ શરૂ કરીને વખતોવખત તેના પરિણામો ચકાસીને નાના સીમાંત તેમજ મોટા ખેડૂતો નજીવા ખર્ચે આ ફળમાખી ટ્રેપના ખેતરોમાં સામૂહિક ધોરણે લગાવીને તેનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.

આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. એસ.આર.ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહીને NAHEP-CAAST પ્રોજેકટ અંગેની વિસ્તૃત માહિતી આપતાં ખેડૂતોને ફળમાખીના નિયંત્રણ માટે યુનિ.ની ટેકનોલોજી તથા ભલામણને અનુસરવા ભાર મૂકયો હતો. આ શિબિરમાં આણંદ કૃષિ યુનિ.ના કીટકશાસ્ત્ર વિભાગના વડા ડો. ડી.બી.સીસોદીયાએ વેલાવાળા શાકભાજીમાં આવતી ફળમાખીની જાત આંબા-ચીકુ કરતાં જુદા પ્રકારે છે.

અન્ય સમાચારો પણ છે...