તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયકલ યાત્રા:વ્યસન મુક્તિના સંદેશા સાથે સાબરમતીથી દાંડી સુધી સાયકલ યાત્રા યોજાઈ, બે સાયકલીસ્ટ જોડાયા

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે નિમિતે વડોદરાના ફેથ ફાઉન્ડેશન દ્વારા સાબરમતીથી દાંડી સુધી સાયકલ યાત્રા યોજાઈ હતી. આ યાત્રા રાઈડ ફોર ટોબેકો ફ્રી જનરેશનના ઉદ્દેશ્યથી યોજવામાં આવી હતી. આ યાત્રાનું સમાપન નવસારીના દાંડી બીચ પર કરવામાં આવ્યું હતું અને બીચને ટોબેકો ફ્રી ટુરિસ્ટ દાંડી તરીકે જાહેર કર્યું હતું. સમાજના લોકો તંબાકુના વ્યસનથી મુકત થાય અને કેન્સર જેવા રોગને ઉત્પન્ન કરતા પદાર્થોનું સેવન લોકો કરતા બંધ થાય એવા ઉદ્દેશથી વડોદરામાં ફેથ ફાઉન્ડેશન નામની એનજીઓ વર્ષોથી કામ કરી રહ્યા છે. આ મામલે લોકોને જાગૃત કરવા અને સમાજને વ્યસન મુક્ત કરવા માટે બે સાયકલિસ્ટ અક્ષય અગ્નિહોત્રી અને પવન ગીરીએ ગાંધીજીના દાંડીયાત્રાના રૂટ એવા સાબરમતીથી દાંડી સુધી સાયકલ યાત્રા યોજી હતી. જેના કારણે આજે બપોરે બે સાયકલિસ્ટ નવસારી આવી પહોંચ્યા છે. ત્યાં નવસારી આરોગ્ય વિભાગના અધિકારી મેહુલ ડેલીવાલાએ ગ્રીન સિગ્નલ આપી જિલ્લા પંચાયત કચેરીથી સાયકલિસ્ટ ને દાંડી સુધી પ્રસ્થાન કરાવ્યું હતું.

સાઇકલયાત્રા નો ઉદ્દેશ્યઆનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુનું સેવન અને તેના સેવનથી થતાં કેન્સરનું પ્રમાણ ઘટાડવા જનજાગૃતિ લાવવાનો છે. તેના સાથે 2030 સુધીમાં ટોબેકો ફ્રી જનરેશન બનાવવા સંસ્થા 4થી ફેબ્રુઆરી 2021થી શરૂ કરી 31મી મે, 2021 એટલે “વર્લ્ડ નો ટોબેકો ડે” સુધીમાં ગુજરાત રાજ્યની તમામ શાળાઓ “ટોબેકો ફ્રી એડ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ” જાહેર કરવા માટેની જુંબેશ હાથ ધરશે. જે માટે તેઓ પ્રયત્નશીલ થયા છે. COTPA 2003ના કાયદામાં આવી રહેલા સુધારાને સમર્થન આપવા માટે પણ સંસ્થા કાર્યરત છે.દાંડીને ટોબેકો ફ્રી જાહેર કરવા માટે કલેકટરને આવેદન1 ફેબ્રુઆરી 2021થી અમદાવાદ સાબરમતી આશ્રમ પર આ સાયકલ યાત્રાનો પ્રારંભ કરાયો હતો, ત્યાર પછી જેતલપુર, માતર, બોરસદ, ડભાસા, ભરૂચ, સુરત સુધીની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી સાઇકલ યાત્રીઓએ 4થી ફેબ્રુઆરી 2021ના રોજ નવસારી દાંડી બીચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત અને નવસારીના સાથ સહકારથી દાંડીને ટોબેકો ફ્રી જાહેર કરવા માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ દાંડી ને “ટોબેકો ફ્રી ટુરિસ્ટ દાંડી બીચ” તરીકે જાહેર કરવામાં આવશે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવા સંદેશઆ કાર્યક્રમમાં જન - જાગૃતિ લાવવા સ્વેચ્છિક કાર્યકર્તાઓ દ્વારા શેરી નાટકો પણ રજૂ કરવામાં આવશે. જેમાં તમાકુ અને તેના સેવનથી થતી આડઅસરો અને COTPA 2003ની કલમ હેઠળ કરવામાં આવેલી જોગવાઈઓ વિશે જાગૃતિ લાવવામાં આવશે. તમાકુના સેવનના કારણે ભારતમાં દર વર્ષે 13.5 લાખ લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુદર ઘટાડવા અને લોકો વ્યસનમુક્ત જીવન જીવી એક સ્વસ્થ જીવનશૈલી અપનાવે તેવો સંદેશાઓ લોકો સુધી પહોચે તે માટેનો આ NGOએ સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો