તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:નવસારીમાં નળના કનેકશન કાપવાનું બીજા જ દિવસે બંધ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર NOC મુદ્દે કામગીરી શરૂ કરાઇ હતી

નવસારી પાલિકાએ ફાયર એનઓસીના મુદ્દે એક જ દિવસ નળ, ગટર કનેકશન કાપ્યા બાદ બીજા દિવસે બંધ કરી દીધા હતા. ફાયર સેફટી ઉભી કરવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કડક દિશાસૂચન આપતા રાજ્યભરમાં મિલકતોને ફાયર એનઓસી લેવા નોટિસો અપાઈ રહી છે. જે અંતર્ગત અહીંની નવસારી વિજલપોર પાલિકાએ પણ શહેરમાં અંદાજે 600 બિલ્ડીંગોને ત્રણ ત્રણ નોટિસો ફટકારી છે.

બાદમાં પાલિકાએ ફાયર એનઓસી મેળવવા કોઈ કાર્યવાહી ન કરનાર મિલકતોના નળ અને ગટર કનેકશન કાપવાનું શરૂ કર્યું હતું, જેમાં પ્રથમ દિવસે ગુરૂવારે 6 નળના અને 3 ગટરના કનેકશન કાપી નાંખ્યા હતા, સાથે શુક્રવારથી કનેકશન કાપવાની કામગીરી તેજ કરવાની પણ જાહેરાત કરી હતી. જોકે બીજા જ દિવસ શુક્રવારે કનેકશન કાપવાની કામગીરી બંધ કરી દેવાઈ હતી.

કામગીરી શા માટે બંધ કરી દેવાઈ તે જાણી શકાયું ન હતું. બીજી તરફ પાલિકા દ્વારા ફાયર એનઓસી લેવા મિલકતધારકો પાસે બાંહેધરી પણ મેળવાઈ રહ્યાની જાણકારી મળી છે. શુક્રવારે પણ આવી બાંહેધરી મેળવાયાની જાણકારી મળી છે. આગામી દિવસોમાં પુનઃ પાલિકા કામગીરી શરૂ કરે છે કે નહીં તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...