તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Customer Service Center Has Been Set Up To Provide Adequate Prices To Farmers, Arrangements Have Been Made By Navsari Krishi Vigyan Kendra.

લોકડાઉન:ખેડૂતોને પુરતા ભાવ મળે તે માટે ગ્રાહક સેવા કેન્દ્ર કાર્યરત કરાયું, નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પોતાના પાકનો પુરો ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્ક ખેડૂતોની કેરીનું વેચાણ કેન્દ્રનો શુભારંભ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એસ.આર.ચૌધરીના હસ્તે કરવામાં આવ્યો હતો. તેઓની સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.સી.કે.ટીમ્બડીયા તથા તેમનો સ્ટાફ જોડાયો હતો.   આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એસ.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વની સાથે ભારતમાં કોરોના સંક્રમણને કારણે ઉદભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા કેન્‍દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવતાં આ કપરાં સમયમાં ખેડૂતોને તેના પાક કેરીના પુરતા ભાવ મળી રહે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવતર અભિગમ હેઠળ કેરી વેચાણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. સારી ગુણવત્તાની કેરીનો સારો ભાવ મળી રહે તેમજ ગ્રાહકોને ઓર્ગેનિક કેરી વાજબી ભાવે મળી રહે તેવા ઉમદા હેતુથી આ વેચાણ કેન્દ્રને શરૂ કરવામાં આવ્યું છે. નગરજનો આ વેચાણકેન્દ્રની મુલકાત લેવા ડો.ચૌધરીએ અનુરોધ કર્યો હતો. ખેડૂત મહિલા લક્ષ્મીબેન બળવંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, તેઓ પાસે 10 વીઘા જમીનમાં આંબાવાડી છે. તેઓની પાસે આંબાની વિવિધ જાતો જેવી કે કેસર, લંગડો, દશેરી, તોતાપુરી, રાજાપુરી છે. તેઓ દરેક કેરીનું ગ્રેડીંગ કરી કિંમત નક્કી કરીને વેચાણકેન્દ્રમાં વેચાણ કરે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ વેચાણ કેન્દ્રની સુવિધા આપવાથી ખેડૂતોને સીધો લાભ મળશે અને કોઇપણ જાતનું કોઇને કમિશન ચુકવવું પડશે નહીં, જેથી ખેડૂતોને પુરો ભાવ મળશે. કેરી વેચાણ કેન્દ્રને ઉભુ કરવામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...