કોરોના અપડેટ:નવસારી  જિલ્લામાં હાલ કોરોનાનો માત્ર એક જ એક્ટિવ કેસ, કુલ કેસ 7181 અને કુલ રિકવર 6988

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસો ઘટવાની સાથે રિકવર કેસ વધી રહ્યાં છે. એક્ટિવ 3 કેસમાંથી નવસારીના જલાલપોર વિસ્તારનો અને ચીખલી તાલુકાના દેગામનો એમ કુલ 2 દર્દી રિકવર થયા હતા, જેથી એક્ટિવ કેસ માત્ર એક જ રહ્યો હતો. વિજલપોરમાં જ એક દર્દી રહ્યો હતો. આ દર્દી હોમ આઇસોલેશનમાં છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં 1 દર્દી હતો,તે પણ રિકવર થતા ત્યાં પણ હવે કોઈ દર્દી રહ્યો ન હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે જિલ્લામાં કોઈ નવો કોરોનાનો કેસ નોંધાયો ન હતો અને કુલ કેસની સંખ્યા 7181 જ રહી છે. કુલ મૃત્યુઆંક પણ 192 જ રહ્યો છે. 2 દર્દી રિકવર થતા જિલ્લામાં કુલ રિકવર સંખ્યા 6988 થઇ છે. હાલ જિલ્લામાં એકથી દોઢ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે પણ કોવિડ પોઝિટિવ નહિવત આવી રહ્યાં છે અને હજુ સુધી મહદઅંશે કોરોના કાબૂમાં જ જણાઈ રહ્યો છે.