લોકોને ભારે મુશ્કેલી:જલાલપોર વિસ્તારના બોરના પાણી બગડી રહ્યાંની બૂમરાણ

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘેલખડીનું ગંદુ પાણી ખુલ્લી કાસમાં છોડાય છે
  • કાઉન્સિલરની પણ નગરપાલિકામાં ફરિયાદ

નવસારીના ઘેલખડી વિસ્તારની કેટલીક સોસાયટીઓનું ગંદુ પાણી વરસાદી કાસમાં છોડવામાં આવતા જલાલપોર વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. નવસારીના ઘેલખડી વિસ્તારમાં અનેક સોસાયટી આવેલી છે, જેમાની કેટલીક સોસાયટીઓનું ગંદુ પાણી વરસાદી કાસમાં જ છોડવામાં આવી રહ્યું છે.

આ પાણી પુરનેશ્વર વિસ્તાર થઈ જલાલપોર વિસ્તારમાં ખુલ્લી કાસમાં જ લાંબી મજલ કાપે છે, જેથી ત્યાંથી પસાર થતા લોકોને ભારે દુર્ગંધનો પણ સામનો કરવો પડે છે. સતત વહેતા ગંદા પાણીથી બોરના પાણી પણ બગડી રહ્યાની ખેડૂતોની ફરિયાદ છે. મળતી માહિતી મુજબ આ પ્રશ્ને વોર્ડ 1ના કાઉન્સિલર કેયુરી .જે દેસાઈએ પાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે. જેમાં સોસાયટીઓ ઉપરાંત પમપિંગ સ્ટેશનમાંથી પણ ગંદુ પાણી છોડાઈ રહ્યાનું જણાવ્યું છે. આ મુદ્દે અવારનવાર રજુઆત કરવા છતાં પગલાં લેવાતા ન હોવાની ફરિયાદ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...