ધમધમતી બજારો:દિવાળીના તહેવારને લઈ નવસારીની બજારોમાં ખરીદી કરવા ગ્રાહકોની ભીડ ઉમટી, દીવડા અને કપડા સાથે સોનાની પણ ખરીદી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે ગ્રાહકોની ખરીદી શક્તિ ઘટી, પરંતુ વેપારીઓને સારા વેપારની અપેક્ષા

નવસારી શહેરમાં દિવાળી તહેવારને લઈ બજારોમાં ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી છે. રંગોળીથી લઈને દીવડા, કપડા, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, સોનું સહિત તમામ ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે ગ્રાહકો બજારોમાં જોવા મળ્યા છે.

દિવાળી તહેવારની શરૂઆત થઈ રહી છે. જેમાં આજે છેલ્લા દિવસોમાં નવસારી શહેરની બજારોમાં મોટી સંખ્યામાં ગ્રાહકો જોવા મળ્યાં છે. કોરોનાકાળ અને લોકડાઉન બાદ પ્રથમ વખત આ દિવાળી ખરીદારો અને વેપારીઓ માટે આશાનું કિરણ લાવી છે. મંદ પડેલા વેપારને દિવાળીએ ગતિ આપી છે,

જેથી વેપારીઓ પણ આ વર્ષે સારો આર્થિક લાભ થવાની આશા સેવી રહ્યા છે. નવસારીમાં રહેતા શહેરીજનો મોટાભાગે સુરત અને વાપી વેપાર-ધંધા અર્થે જાય છે ત્યારે તેમને માત્ર રવિવાર અને સોમવારે ખરીદી કરવાનો સમય મળે છે. જેથી રવિવારે તેમજ સોમવારે મોટા ભાગના લોકોએ દિવાળીની ખરીદીનો લાભ લીધો છે અને શહેરની બજારો પણ ગ્રાહકોથી ઉભરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...