વુમન્સ ટી-20 લીગ:નારણલાલા મેદાન પર ક્રિકેટ જંગ, 10મીએ ફાઇનલ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટર ડીસ્ટીક્ટ ટી-20 વુમન્સ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા મહાનુભાવો. - Divya Bhaskar
ઈન્ટર ડીસ્ટીક્ટ ટી-20 વુમન્સ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા મહાનુભાવો.
  • ચાર દિવસીય ઈન્ટર િડસ્ટ્રિ . ટુર્ના.માં મહેસાણા, બરોડા, નવસારીની ટીમ ટકરાશે

નવસારી નારણલાલા કોલેજના મેદાન પર ટી-20 ઇન્ટર ડિસ્ટ્રિકટ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. બરોડા ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજીત આદિત્ય બિરલા કેપિટલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટી-20 વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ વ્હાઈટ બોલ અને કલર ક્લોથ સાથે નોકઆઉટ કમ લીગ સ્પર્ધા નવસારી નારણ લાલા કોલેજના મેદાનમાં યોજાઇ છે. આ ટુર્નામેન્ટ ચાર દિવસ ચાલશે. આ સ્પર્ધામાં મહેસાણા, બરોડા યલો, નવસારી અને બરોડા બ્લ્યુની ટીમ ભાગ લઇ રહી છે.

આ સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન આઈસી મેમ્બર ખગેરા અમીન, વુમન્સ ક્રિકેટ કો. ઓર્ડિનેટર ગીતા ગાયકવાડ, ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ હેડ સંજીવ સાવંત, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી અને BCA સિનિયર બોલિંગ કોચ રોમીલે ધાર, સિલેક્ટર પલક કંસારા, રૂબીના સૈયદ, ક્રિકેટ ઓપરેશન મેનેજર સ્વીકાર દવે, નારણ લાલા કોલેજના પ્રાધ્યાપક ડો. મયુર પટેલ અને ડિસ્ટ્રિકટ હેડ કોચ અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ ખેલાડીઓને શુભકામના પાઠવી હતી.

આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 10મી નવેમ્બરના રોજ નવસારી નારણ લાલા કોલેજના મેદાનમાં રમાશે. આ ટુર્નામેન્ટમાંથી સારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આ ટુર્ના.નું સુચારુ આયોજન માટે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ હેડ સંજીવ સાવંત, નારણ લાલા કોલેજ ના પ્રાધ્યાપક ડો. મયુર પટેલ, ડિસ્ટ્રિક્ટ હેડ કોચ અરવિંદ પટેલ અને એમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...