પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત:નવસારી જિલ્લામાં પુરથી પ્રભાવિત વિસ્તારની સાંસદ સી.આર.પાટીલે મુલાકાત લઈ સ્થાનિકોના હાલ ચાલ પૂછ્યાં

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સી આર પાટીલે ગ્રીડ સ્વામિનારાયણ મંદિરમાં નીલકંઠ વરણીની મૂર્તિ પર જળભિષેક કર્યો

નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદના પગલે પૂરની સ્થિતિ છે. ત્યારે નવસારી લોકસભાના સાંસદ અને અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે જિલ્લાની મુલાકાત લીધી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને સ્થાનિકો સાથે તેમના હાલ ચાલ પૂછ્યાં હતા.

અંબિકા નદીના જળસ્તર વિશે માહિતી મેળવી
આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસર હોવાથી સાંસદ સી આર પાટીલે હાઇવે પાસે આવેલા ગ્રીડ સ્વામિનારાયણ મંદિરમાં નીલકંઠ વરણીની મૂર્તિ પર જળભિષેક કર્યો હતો. ત્યારબાદ તેઓ જિલ્લાની મુલાકાતે ગયા હતા. બીલીમોરા ખાતે આવેલા વાડિયા શિપિંગ યાર્ડમાં લાંબા સમયથી પાણી ભરાયા છે જેથી સાંસદ સી.આર.પાટીલે ત્યાં જઈને સ્થાનિકોના હાલ ચાલ પૂછ્યા હતા સાથે જ અંબિકા નદીના જળસ્તર વિશે પણ ધારાસભ્ય નરેશ પટેલ સાથે માહિતી મેળવી હતી.

વહીવટી તંત્ર સાથે પણ આંકડાકીય માહિતી મેળવી
ગતરોજ નવસારી જિલ્લાની મુલાકાતે સીએમ ભુપેન્દ્ર પટેલ આવ્યાં હતા. ત્યારબાદ આજે સાંસદ સી આર પાટીલે પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ હાલની પરિસ્થિતિને લઈને વહીવટી તંત્ર સાથે પણ આંકડાકીય માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...