પાટીલે માફી માંગી:માધવપુરના મેળામાં સ્ટેજ પરથી થયેલી ભૂલ અંગે સી.આર પાટીલે માફી માંગી, દ્વારકા આવીને પણ માંફી માંગશે

નવસારીએક મહિનો પહેલા
  • પાટીલે રૂકમણીને બદલે સુભદ્રાજીને કૃષ્ણના પત્ની કહ્યાં હતાં

પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના વિવાહ પ્રસંગે લોકમેળાના કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના પ્રવચનમા ભાંગરો વાટી દીધો હતો અને કૃષ્ણ અને સુભદ્રાજીનાં બહેનના સંબંધને પતિ પત્નીના સંબંધ તરીકે દર્શાવતા સમગ્ર મામલે વિવાદ થયો હતો. અનેક લોકોએ તેમને ફોન પર માફી માંગવા જણાવતા તેમણે આજે સોશિયલ મીડિયામાં માફી માંગતો વીડિયો પોસ્ટ કર્યો છે.રૂકમણીના બદલે સુભદ્રાને શ્રીકૃષ્ણનાં પત્ની કહ્યાં હતા. સી.આર. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્નનો ઉલ્લેખ કરવાને બદલે રૂકમણીની જગ્યાએ સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. પાટીલે જણાવ્યું હતું કે 'ભૂતકાળમાં આપણે મહાભારતમાં શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીના હરણનો પ્રસંગ, કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન કેવી રીતે થયા હતા એ વાંચી કલ્પના કરી હતી.

શ્રીકૃણને સુભદ્રાજીએ પત્ર લખ્યો, સુભદ્રાના વિવાહ થયા એ મહાભારત સિરિયલમાં જોયું. આજે શ્રીકૃષ્ણના સુભદ્રા સાથેના વિવાહના સ્થળ પર છીએ' એવુ ભાષણમાં બોલ્યા હતા. ભૂલ થતાં જનમેદની ચોંકી ઊઠીઆ મામલે કોઈકે પાટીલના કાનમાં સુભદ્રા નહીં., પણ રૂકમણી એવું ભાન કરાવતાં પાટીલે ભૂલ સુધારી સુભદ્રાને બદલે રૂકમણીજી શબ્દનો પ્રયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રીકૃષ્ણ અને સુભદ્રા વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો ત્યારે પાટીલે શ્રીકૃષ્ણ સાથે રૂકમણીને બદલે સુભદ્રાના નામનો વારંવાર ઉલ્લેખ કરતાં ઉપસ્થિત જનમેદની ચોંકી ઊઠી હતી. સી.આર. પાટીલના નિવેદનનો અર્જુનભાઈ મોઢવાડિયાએ ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયામાં પણ પાટીલના નિવેદન અંગે વિરોધના સુર ઉઠ્યા હતા. જેને પગલે સી.આર પાટીલે વિવાદ ખતમ કરવા માંફી માગતો વીડિયો સોશિયલ મીડિયામાં જારી કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...